રેલવે સ્ટેશન પર પેસેન્જરોને હાલની લાઈફ સ્ટાઈલથી થનારા નુકસાન વિશે માહિતી અપાઈ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર જાગરૂકતા રેલી અને પ્રદર્શનનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર તારીખ 7 એપ્રિલ 2022 ના રોજ તબીબી વિભાગ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર હેલ્થ યુનિટ કાલૂપુર થી અમદાવાદ રેલવે સ્ટેશન સુધી જાગરૂકતા રેલી કાઢવામાં આવી. તથા અમદાવાદ રેલવે સ્ટેશન અને રેલવે ફૂટ ઓવર બ્રિજ ઉપર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમા 500 થી વધુ પેસેન્જરો તેમજ અન્ય લોકોએ ભાગ લીધો.
વિશ્વ સ્વાસ્થ્ય દિવસના પ્રસંગે ડિવિઝનલ મેડિકલ ઓફિસર ડૉ. રોજલીન દ્વારા કાલૂપુર હેલ્થ યુનિટ ઉપર દર્દીઓને આજકાલની લાઈફ સ્ટાઈલથી થનારા નુકસાન વિશે માહિતી આપવામાં આવી સાથે જ સારા સ્વાસ્થ્ય માટે સારી ખાણી-પીણી તેમજ નિયમિત વ્યાયામને દૈનિક જીવનમાં આવશ્યક ગણાવ્યું.
આ પ્રસંગે 100 થી વધુ સ્ટાફ, દર્દીઓ તેમજ સેનિટેશન સ્ટાફ એ ભાગ લીધો. અમદાવાદ રેલવે સ્ટેશન તેમજ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ સહિત કેટલાક સ્થાનો ઉપર સ્વાસ્થ્ય જાગરૂકતા સંબંધિત પોસ્ટર્સ પણ લગાવવમાં આવ્યાં.
કાર્યક્રમના અંતમાં ચીફ હેલ્થ ઇન્સપેક્ટર શ્રી આલોક અગ્રવાલ એ તમામ લોકોનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો.