વિશ્વ હિંદુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ચીનના રાષ્ટ્ર ધ્વજ અને જીનપિંગના પોસ્ટરનુ દહન કરવામા આવ્યુ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: વર્તમાન પરિસ્થિતિમા ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામા આવેલ તેના વિરોધમા હળવદ વી.હી.પ બજરંગદળ દ્વારા હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાન મા લઇ મર્યાદિત સંખ્યામા સરકારની ગાઈડલાઈન મુજબ ચીનના રાષ્ટ્રધ્વજ અને ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગના ચિત્રનુ દહન કરી વિરોધ દર્શાવ્યો હતો.ભારત માતા કી જય , વંદે માતરમ , વીર શહીદો અમર રહો , સેના કે સન્માન મેં બજરંગદળ મેદાન મેં જેવા સૂત્રોચાર સાથે ચીન નો વિરોધ અને ભારતીય સેનાનુ સમર્થન કર્યું હતુ. આ કાર્યક્રમને વિહીપ-બજરંગદળ કાર્યકરો એ સફળ બનાવ્યો હતો