વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતોને ‘ધ કાશ્મીર ફાઇલ’ ફિલ્મ બતાવવામાં આવી
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોના પલાયનની ઘટના પર આધારિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ સમગ્ર દેશમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે, ત્યારે ૨૦ માર્ચના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લાના તેમજ સાબરકાંઠા જિલ્લાના રોઝડ આર્યવનના મળી કુલ ૩૫ જેટલા સંતોને
ત્રીસ વર્ષ પહેલાં બનેલી કાશ્મીરી પંડિતોના પલાયનની ઘટના અને પંડિતોના પરિવારની વેદનાની હકીકતને રજૂ કરતી ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ નિહાળવા મોડાસા એટલાન્ટા સિનેમા ગૃહમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેનું સમગ્ર આયોજન રજનીભાઇ પટેલ (વડાગામ) અને પ્રકાશભાઇ ખત્રી (ધનસુરા) એ કર્યુ હતું.
મોડાસા એટલાન્ટા સિનેમા ખાતે પંડિતોના પલાયન પર બનેલી ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ નિહાળ્યા બાદ હિન્દુ ધર્મના સંતોએ કાશ્મીરી પંડિતોના પલાયનની ઘટનાને લઈ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કાશ્મીરી પંડિતોને સુરક્ષા પૂરી પાડી તેમને વતન વાપસી કરાવી જાેઈએ
અને કાશ્મીરમાં તેમજ દેશના અન્ય ભાગોમાં ફરી આવી ઘટના ન બને તે માટે લોકોએ પોતે સજાગ રહી દરેકે પોતાના રક્ષણ માટે જાતે તૈયાર થવું જાેઈએ.