વિસર્જનમાં PoPના ગણપતિનું અપમાન થતું જોઈ આ વર્ષે યુવાનોએ કર્યો અનોખો પ્રયાસઃ હવે POPની મૂર્તિ પણ ઓગળશે
અમદાવાદના બાપુનગરના ત્રણ યુવાનો ભૂષણ કુલકર્ણી, રાહુલ દેસાઈ તેમજ વિપુલ રાદડિયાએ પીઓપી (PoP)ની મૂર્તિ ને પણ ઘરે જ વિસર્જન કરવાની અનોખી પદ્ધતિથી પ્રકૃતિપ્રેમીઓ માં ખુશીનો માહોલ સર્જ્યો. સાર્વજનિક ગણેશ મહોત્સવની 5 ફૂટ ની પીઓપીની મૂર્તિ ને પણ ભક્તો દ્વારા સુંદર આયોજન કરી ઘરે જ વિસર્જન કર્યું. પીઓપી ની મૂર્તિ પણ ઓગળે. જાણો પુરી પદ્ધતિ.
આસ્થા સાથેની રમત ઓળખી જનારા પહેલેથી ગણપતિનુું અપમાન જોઈ માટીના ગણેશની સ્થાપના તથા પુજા તરફ વળ્યા છે. અહિંયા વાત કરીએ છીએ હજુ પણ પેઓપી ના ગણેશ મૂર્તિ ના વિસર્જન ની. ભક્ત ભૂષણ કુલકર્ણી, રાહુલ દેસાઈ અને વિપુલ રાદડિયાએ 3 વર્ષ પહેલા સોસાયટીમાં પીઓપીના ગણપતિના વિસર્જન વખતે ગણેશજીનું નદી-કુંડમાં અપમાન થતા જોઈ ગણેશ વિસજર્ન પ્રકૃતિ ની કાળજી અને આસ્થા ના આદર સાથે વિસર્જન કરવાનો સંકલ્પ લીધો હતો.
આ સંકલ્પ બાદ તેઓનું માનવું છે કે ભગવાનની પીઓપી ની કોઈ પણ આકારની મૂર્તિ ને પણ નજીવા ખર્ચ માં વિસર્જન કરી શકાય છે. ફક્ત ભાવના અને ભક્તિ સાચી હોવી જોઈએ. યુવાનો આપને પણ આપના માધ્યમથી અપીલ કરે છે કે આ નવી પદ્ધતિ થી પર્યાવરણ નું રક્ષણ કરવા ની આ પહેલમાં અમારી સાથે જોડાવો.
ભૂષણ કુલકર્ણી પધ્ધતિ જણાવતા કહે છે કે, પીઓપી ની મૂર્તિ ના વજન નો કોસ્ટિક સોડા જે ખાવાના સોડા તરીકે ઓળખાય છે તેને મૂર્તિ ડૂબે એટલા પાણી માં ઓગાળી ને મૂર્તિ નું વિસર્જન કરો. સમયાંતરે પાણી ને હલાવવું જેથી 24 થી 48 કલાક માં પીઓપી ની મૂર્તિ સંપુર્ણ ઓગળી જશે. રાહુલ દેસાઈ વધુ માં માહિતી આપતા કહે છે કે, જે પાણી છે તે ઉત્તમ ખાતર છે જે તમે તમારા ઘર ના બગીચા માં કે કુંડા માં નાખી શકો. તેમજ વિપુલ રાદડિયાએ ઉમેર્યું હતું કે મૂર્તિ નો વધેલો જે પાવડર છે એનો બાળકો માટે બોર્ડ પર લખવા માટે ચોક બનાવી શકાય.
આ વર્ષે અમારી સાથે 11 સાર્વજનિક ગણેશ મંડળ જોડાયા છે. અમને વિશ્વાસ છે કે જ્યાં પણ પીઓપી ની મૂર્તિ ના વિસર્જન ની વાત આવશે ત્યાં અમારી ટીમ પર્યાવરણને બચાવવા કાર્યરત રહેશે. અમે સરકારને પણ અનુરોધ કરીયે છીએ કે આ જ રીતે પૂરા રાજ્ય માં તેમજ દેશ માં પીઓપી ની કોઈ પણ મૂર્તિ નું વિસર્જન કરે. અમે અને અમારી ટીમ પણ આ પદ્ધતિ થી જ વિસર્જન કરવાનો સંદેશો આપવા તૈયાર રહીશું.