વીંછીયાનું રૂપાવટી કેન્દ્ર રાજ્યમાં બીજી વખત પરિણામમાં ટોચ પર
રાજકોટ, ધોરણ ૧૦ની પરીક્ષામાં આજે વીછીંયા તાલુકાનુ રૂપાવટી કેન્દ્ર ૯૪.૮૦% માર્કસ સાથે રાજ્યમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થયુ છે.શૈક્ષણિક રીતે પછાત ગણાતા વીછીંયા તાલુકામાં સરકારી કે, ગ્રાન્ટેડ કોલેજની સુવિધા આજ સુધી ઉપલબ્ધ થઇ શકી નથી. તેમ છતાં આ વિસ્તારનું રૂપાવટી કેન્દ્ર રાજ્યમાં બીજી વખત પ્રથમ ક્રમાંક મેળવવામાં સફળ થયુ છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ ૧૦ના ૯ લાખથી વધુ વિધાર્થીઓનું પરિણામ જાહેર થયુ હતુ. રાજ્યમાં ૯૫૮ કેન્દ્રમાં વીછીંયા તાલુકાનું રૂપાવટી કેન્દ્ર પ્રથમ ક્રમે ઉર્તીણ થયુ હતુ. રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી બિએસ કૈલાના જણાવ્યા અનુસાર,”આ વિસ્તારમાં એક ગ્રાન્ટેડ, ૨ સરકારી અને ૧ ખાનગી શાળા કાર્યરત છે, કેન્દ્રમાં કુલ ૨૫૦માંથી ૨૩૭ વિદ્યાર્થી ઓ ઉર્તીણ થયા છે,
આ વિસ્તારમાં હોસ્ટેલની સુવિધા ધરાવતા ઉમિયા વિધામંદિરના વિધારર્થીઓનું પરિણામ ઉજ્જવણ રહેતુ હોવાનુ જણાવી શિક્ષણાધિકારીએ ઉમેર્યું હતુ કે, “સરકારી શાળાઓમાં તો વિધાર્થીઓની સંખ્યા મર્યાદિત છે, પરંતુ ઉમિયા વિધામંદિરમમાં ૧૭૫થી વધુ વિધાર્થીઓ હોવાને લીધે આ શાળાના ઉજ્જવણ પરિણામનો ફાયદો કેન્દ્રને મળતો રેહ છે. હોસ્ટેલને કારણે વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત અહીં હોસ્ટેલમાં વધારે ભણાવવામાં પણ આવે છે.”
ધોરણ ૧૦ ના પરિણામમાં ૯૦% થી વધુ માર્કસ રાજ્યમાં ૧૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે તેમાં સુરતના ૨૫૩૨ વિદ્યાર્થીઓ જ્યારે રાજકોટના ૧૫૬૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં એ-૧ મેળવવામાં પણ રાજકોટ જીલ્લો અગ્રેસર રહ્યો છે.SS3KP