વીએ ક્રિકેટપ્રેમીઓને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 સીરિઝ જોવા સૌથી ટૂંકો રુટ અપનાવવાની સુવિધા આપી
વીની એપ ડાઉનલોડ કરો તથા મેચના દિવસોમાં પાર્કિંગ એરિયાથી સ્ટેડિયમ સુધી ફ્રી પિક અપ અને ડ્રોપ સુવિધા મેળવો
ગુજરાતમાં ક્રિકેટની લોકપ્રિયતા ધર્મ જેવો દરજ્જો ધરાવે છે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12મી માર્ચથી ઇંગ્લેન્ડ સામે ટી20 સીરિઝ શરૂ થશે, જેમાં ભારત ઇંગ્લેન્ડને પરાસ્ત કરવા એડીચોડીનું જોર લગાવશે. આ તમામ મેચનો રોમાંચ સ્ટેડિયમમાં માણવા માટે ગુજરાતની સાથે અમદાવાદના ક્રિકેટપ્રેમીઓ આતુર હશે.
ભારતની અગ્રણી ટેલીકોમ બ્રાન્ડ વીએ એ સુનિશ્ચિત કરવા એક વિશિષ્ટ પહેલની જાહેરાત કરી છે, જેથી ગ્રાહકોને પગપાળાં ચાલ્યાં વિના સમયસર સ્ટેડિયમ પહોંચવામાં મદદ મળે. વીએ 27 પાર્કિંગ એરિયા અને સ્ટેડિયમ વચ્ચે ફ્રી પિક અપ અને ડ્રોપ સર્વિસ માટેની વ્યવસ્થા કરી છે. આ સુવિધાનો લાભ લેવા ગ્રાહકો વી એપ પર તેમની સીટ અગાઉથી બુક કરાવી શકે છે અને આ માટે તેમણે પિક-અપ પોઇન્ટ પર એપ પર પ્રાપ્ત થયેલી કૂપન દર્શાવવી પડશે.
આ પહેલ પર વોડાફોન ઇન્ડિયા લિમિટેડના ગુજરતાના ક્લસ્ટર બિઝનેસ હેડ મોનિષી ઘોષે કહ્યું હતું કે,“ભારત દુનિયાના સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ટી-20 સીરિઝમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે એટલે ગુજરાતના રહેવાસીઓ વચ્ચે આ સીરિઝને લઈને જબરદસ્ત રોમાંચ અને ઉત્સાહ જોવા મળે છે.
અમારા ગ્રાહકો માટે જીવનને વધારે ગુણવત્તાયુક્ત બનાવવા તથા ઇનોવેટિવ અને વિશિષ્ટ ઉત્પાદનો અને સેવાઓ પ્રસ્તુત કરતી એક બ્રાન્ડ તરીકે અમે વીના ગ્રાહકો માટે 27 પાર્કિંગ એરિયા અને સ્ટેડિમ વચ્ચે ફ્રી પિક અપ અને ડ્રોપ સર્વિસની સુવિધા ઊભી કરી છે.
હું અમારા ગ્રાહકોને 12થી 20 માર્ચ, 2021 વચ્ચે તમામ મેચમાં વી સાથે સ્ટેડિયમનો સૌથી ટૂંકો અને સલામત રુટ લેવા પ્રોત્સાહન આપું છું. જે ક્રિકેટપ્રેમીઓ ઘરે રહીને મેચ જોવા ઇચ્છે છે, તેઓ રૂ. 401નું રિચાર્જ કરાવીને કે રૂ. 499ના પોસ્ટ-પેઇડ પ્લાનમાં મૂવ થઈને ડિઝની હોટસ્ટાર એપ પર એની મજા માણી શકે છે. પોસ્ટપેઇડ પ્લાનમાં ગ્રાહકોને 1 વર્ષ ડિઝની હોટસ્ટારનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. આ ઓફર વીના ગ્રાહકો માટે વિશિષ્ટ છે.”
વીની આ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ એના ગ્રાહકો માટે વહેલા એ પહેલાના ધોરણે મળશે. વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગજનોને પ્રાથમિકતા આપવામાં આવશે.