વીજતંત્રની બેદરકારીએ ખેડૂતનો ભોગ લીધો
ભિલોડાના સુનોખ ગામે ખેતીકામ કરી રહેલા ખેડૂત પર વીજતાર પડતા વીજકરંટથી મોત,લોકોમાં આક્રોશ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં વીજતંત્રની બેદરકારીના પગેલે જિલ્લામાં અનેકવાર વીજકરંટ લાગવાની ઘટનાઓ બની છે વીજતંત્ર દ્વારા મેઇન્ટેનન્સના નામે અનેકવાર વીજપુરવઠો બંધ કરી કામગીરી કરવા છતાં લચકાતા વીજતાર ના લીધે વીજકરંટ અને તણખલા ઝરતા આગ લાગવાની ઘટનાઓ અનેકવાર બની રહી છે.
ભિલોડા તાલુકાના સુનોખ ગામે ખેતરમાંથી પસાર થતી વીજલાઈન ખેડૂત માટે યમદૂત સાબિત થઇ હતી ખેતરમાં કામકાજ કરી રહેલા વૃદ્ધ પર વીજતાર તૂટીને પડતા વીજકરંટ થી ખેડૂતનું પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનોમાં ભારે શોકાગ્નિ છવાઈ હતી વીજકરંટ થી ખેડૂતનું મોત નિપજતા અરવલ્લી જીલ્લા ક્ષત્રીય ઠાકોરસેનાના પ્રમુખ સંજયજી ઠાકોરે વીજતંત્રની લાલીયાવાડી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વીજતંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.