Western Times News

Gujarati News

વીજપોલ ઉપર કામ કરતા વાયરમેનને કરંટ લાગતા મોત

વલસાડ, વલસાડ તાલુકાના હિંગાળાજ ગામમાં વીજપોલ પર કામગીરી કરી રહેલા વાયરમેનને વીજકરંટ લાગતા ઘટનાસ્તળે જ મોત નિપજ્યું હતું. વીજકંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરી વાયરમેનનો મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યો હતો.વલસાડ તાલુકાના હિંગળાજ ગામ ખાતે આવેલા ભાઠીમોરા ફળિયામાં આવેલા યશવંત ઠાકોરભાઈ ટંડેલના મકાનમાં વીજ લાઈન ખોરવાતા મકાન માલિકે સ્થાનિક વાયરમેન મનહર ભંડારીને લાઈન રિપેર કરવા બોલાવ્યો હતો.

યશવંત ટંડેલના ઘરની લાઈન ચેક કર્યા બાદ વાયરમેન મનહર ભંડારીએ વીજપોલ ઉપર ચેક કરીને યશવંત ટંડેલના ઘરની બંધ પડેલો વીજ પુરવઠો કાર્યરત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. લાઈટ રીપેર કરવા ગાયેલા વાયરમેન મનહર ભંડારી નજીકમાં આવેલી વીજ લાઈનના સંપર્કમાં આવી જતા મનહર ભંડારીને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.

ઘટનાની જાણ સ્થાનિક લોકોને તેમજ ૧૦૮ની ટીમના થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાયરમેન મનહર ભંડારીને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વીજ કંપનીની ટીમને કરતા વીજ કંપનીના કર્મચારીઓએ હિંગળાજ ગામનો વીજ પુરવઠો બંધ કરી મનહર ભંડારીની વીજપોલ ઉપર ફસાયેલી લાશ નીચે ઉતરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

૨ કલાકની ભારે જહેમત બાદ પણ મનહર ભંડારીની લાશને ઉતારી શકાઈ ન હતી. મનહર ભંડારી વીજ પોલ ઉપર આવેલા લોખંડના એંગલ અને વાયર વચ્ચે હાથ ફસાઈ જતા હાથ નીકળ્યો ન હતો છેવટે વીજ કંપનીના કર્મચારીઓને મનહર ભંડારીની લાશ નીચે ઉતારવા જવાબદારી સોંપવામાં આવી હતી.ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા વલસાડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજાે મેળવી પીએમ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે રૂરલ પોલીસ સ્ટેશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.