વીજબિલને માફ કરવા કોર્ટની સરકારને નોટિસ
અમદાવાદ: કોરોના મહામારીને લીધે જારી કરાયેલા લાકડાઉનને પગલે થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને વિવિધ ઉદ્યોગો દ્વારા વીજળીના ફિક્સ ચાર્જ માફ કરવામાં આવે તેવી માગ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.
આ મામલે વધુ સુનાવણી ૩૦મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, કોરોના લાકડાઉનને લીધે ઓછા ઉત્પાદન અને આર્થિક ખેંચતાણને ધ્યાનમાં રાખીને વીજ બિલ ભરવામાં ૩૦મી જૂન સુધીની રાહત આપવામાં આવે. કે.બી. ઇસપ્ત પ્રાઈવેટ લિમિટેડ સહિત ૧૦ કંપનીઓ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે.
વીજળીના બિલમાં ફિક્સ ચાર્જ માફ કરવાની માગ સાથે ઉદ્યોગોની હાઈકોર્ટમાં રિટવીજળીના બિલમાં ફિક્સ ચાર્જ માફ કરવાની માગ સાથે ઉદ્યોગોની હાઈકોર્ટમાં રિટકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે અગાઉ પણ ૨૭મી માર્ચના રોજ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.જેમાં વીજ ઉપભોગતાઓને ૧૫મી એપ્રિલ સુધી વીજ બિલ ભરવામાં રાહત આપવામાં આવી હતી.
સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, તેમના વીજનું જોડાણ કપાશે નહિ. આ પરિપત્રમાં એપ્રિલ ૨૦૨૦ના બિલમાં ઔધોગિક એકમો પાસેથી ફિક્સ ચાર્જ ન વસુવાલવાનો સરકાર દ્વારા નિણર્ય લેવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા અનલાક કરવામાં આવ્યું છે. જોકે માર્કેટમાં હાલ મંદી હોવાથી કોઈ ખાસ ઉત્પાદન ન થતાં આવક થઈ નથી અને માટે વીજ બિલમાં રાહત આપવામાં આવે તેવી માગ કરાઇ હતી.