વીજળીનો કરંટ લાગતા અર્જુનની હાલત ખરાબ થઈ

મુંબઈ: સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડી ૧૧ ખૂબ જ જલ્દી ટીવી પર ઓન-એર થવાનો છે. થોડા દિવસ અગાઉ શોનો પહેલો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં રોહિત શેટ્ટીએ ખતરનાક સ્ટંટ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હવે શોનો વધુ એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે ‘ખતરો કે ખિલાડી’ની આ સીઝન કેવી રીતે કન્ટેસ્ટન્ટ્સની હાલત ખરાબ કરવાની છે. સામે આવેલા બીજા પ્રોમોમાં અર્જુન બિજલાની જાેવા મળી રહ્યો છે, જેમાં તે ઊંચાઈ પર ઉભો છે અને ડરના કારણે તેની સ્થિતિ ખરાબ થઈ રહી છે. અર્જુન બિજલાનીને એક સ્ટંટ આપવામાં આવ્યો છે જેમાં તે મેટલના એક બ્રિજ પર ઉભો છે,
જેમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે અને તે કરંટની વચ્ચે તેણે બ્રિજ પર લટકેલા ફ્લેગ્સ એકઠાં કરવાના છે. વારંવાર કરંટ લાગતા અર્જુન બિજલાનીના હાલત ખરાબ થઈ જાય છે અને તે ચીસો પાડવા લાગે છે. બાદમાં તે હવા હવાઈ સોન્ગ ગાઈ છે અને પાછળથી તેને ટિ્વસ્ટ આપે છે. તે રોહિત શેટ્ટી, કે જે શોનો હોસ્ટ છે તેને કહે છે કે ‘મારું બાર્બેક્યૂ થઈ રહ્યું છે સર’. તો રોહિત શેટ્ટી કહે છે વીજળીના ઝટકાએ તેને યાદ અપાવી દીધી નાની,
આ છે અર્જુન બિજલાની. થોડા દિવસ પહેલા જ ખતરો કે ખિલાડી ૧૧ના સેટ પર દુર્ઘટના બની હતી. જાેખમી સ્ટંટ કરતી વખતે કન્ટેસ્ટન્ટ વરુણ સૂદને કાંડામાં ગંભીર ઈજા પહોંચી હતી. વરુણ સૂદને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને શોના હોસ્ટ રોહિત શેટ્ટીએ પણ આગળ જઈને આવી બેદરકારી ન થાય તેની ખાતરી કરી હતી. વરુણના કાંડામાં ઈજા પહોંચી હતી અને પીડાના કારણે તે કણસી રહ્યો હતો. તેના કાંડામાં ફ્રેક્ચર ન થયું હોય તેવી પણ આશંકા હતી. પરંતુ સારવાર કર્યાના થોડા જ કલાકમાં વરુણ ઠીક થઈ ગયો હતો.
તેને ૨થી ૩ દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેણે સેટ પર પાછા ફરવાનો ર્નિણય લીધો હતો. તો શોની અન્ય કન્ટેસ્ટન્ટ અનુષ્કા સેનને પણ કોરોના થયો હોવાના રિપોર્ટ્સ છે. તેથી તે હાલ શોમાં નથી. કેકેકે ૧૧ના કન્ટેસ્ટન્ટની વાત કરીએ તો, તેમાં અર્જુન બિજલાની, દિવ્યાંકા ત્રિપાઠી, મહેક ચહલ, શ્વેતા તિવારી, આસ્થા ગિલ, સના મકબૂલ, વરુણ સૂદ, અભિનવ શુુક્લા, વિશાલ આદિત્ય સિંહ, રાહુલ વૈદ્ય, સૌરભ રાજ જૈનનો સમાવેશ થાય છે.