વીજળી બીલનું રિચાર્જ નહીં થાય તો સપ્લાય કટ થશે !
મ્યુનિ. નપા, સહીત જે સરકારી તંત્રો વારંવાર સમયસર બિલો ચુકવતાં નથી. તેમને જ આવી પ્રીપેઈડ સ્કીમમાં લાવવા જાેઈએ.
ગાંધીનગર, કેન્દ્રીય વીજળી મંત્રાલય ગુજરાત સહીત વિવિધ રાજય સરકારો હેઠળની વીજવિતરણ કંપનીઓનું તંત્ર સુધારવાને બદલે વીજળીનું બિલ ભરવા માટે મોબાઈલમાં હોય છે. તેવી પ્રી-પેઈડ સ્કીમ લાવી રહી છે. જેમાં વીજળીનો ચાર્જ પહેલાં ભરવાનો અને તે ચાર્જની રકમ પુરી થાય તે પહેલાં રીચાર્જ કરવાનું નહી તો વીજજાેડાણ કપાઈ જાય તેવી જાેગવાઈ રહેશે.
ગ્રાહકોને દંડવાની આ વિચીત્ર યોજના હાસ્યાસ્પદ બની રહી છે. વીજતંત્રના જાણકારો કહે છે. કે આ પ્રી-પેઈડ જેવી તઘલખી સ્કીમ લાદવાનું બંધ કરો અથવા તો વીજગ્રાહકોને પોસ્ટ-પેઈડનનો વિકલ્પ પણ આપો.
આવી પ્રી-પેઈડ સ્કીમ માટે નવા સ્માર્ટમીટરો તમામ કોમર્શીયલ તથા ઔધોગીક ગ્રાહકોને ૩૧ મી ડીસેમ્બર ર૦ર૩ સુધીમાં તથા રહેણાક ગ્રાહકોને ૩૧મી ડીસેમ્બર-ર૦રપ સુધીમાં લગાડવાનો તેમજ વધુમાં વધુ એક વર્ષ મુદત લંબાવવા સમય આપવાનો કેન્દ્રીય વીજ મંત્રાલયે ગત ૧૭મી ઓગષ્ટે તમામ વીજવિતરણ કંપનીઓ જાેગ ફતવો બહાર પાડયો છે.
મૂળે ગુજરાત સહીત વીજવિતરણ કંપનીઓને એકત્રીત કુલ ખોટ ૯૦ હજાર કરોડો પહોચી છે. એટલે આ કંપનીઓનું તંત્ર સુધારવાને બદલે ગ્રાહકોને દંડવાની નીતિવાળી પ્રી-પેઈડ સ્કીમ લોન્ચ થઈ રહી છે સરકારી વીજતંત્રના વર્તુળો કહે છે કે, બધા ગ્રાહકોને માથે પ્રી-પેઈડ સ્કીમ ફટકારવાને બદલે જે ગ્રાહકો સમયસર બિલ ભરતા નથી,
એમને જ આ સ્કીમ હેઠળ આવરવા જાેઈએ વધુમાં મ્યુનિ. નપા, સહીત જે સરકારી તંત્રો વારંવાર સમયસર બિલો ચુકવતાં નથી. તેમને જ આવી હાસ્યાસ્પદ સ્કીમમાં લાવવા જાેઈએ.