Western Times News

Gujarati News

વીડિયોકોન ગ્રુપના ચેરમેન સામે CBIએ નોંધી ફરિયાદ

નવી દિલ્હી: સીબીઆઈએ વિડીયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત સામે ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે, તેમણે મોઝામ્બિકમાં પોતાની ઓઈલ અને ગેસ કંપનીઓની ફાઈનાન્સિંગમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વવાળા કન્સોર્ટિયમના કેટલાક અધિકારીઓ સાથે મિલીભગત કરી ગરબડ કરી. ઓઈલ મંત્રાલયની ફરિયાદ બાદ સીબીઆઈએ પ્રાથમિક તપાસ માટે ફરિયાદ નોંધી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૦૮માં વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ફૈંન્)ના માલિકી હકવાળી કંપની વીડિયોકોન હાઈડ્રોકાર્બન્સ હોલ્ડિંગ લિમિટેડ (ફૐૐન્)એ મોઝામ્બિકના ઓઈલ એન્ડ ગેસ બ્લોક (રોવુમા એરિયા ૧ બ્લોક)માં ૧૦ ટકા ‘પાર્ટિસિપેટિંગ ઈન્ટ્રેસ્ટ’ ખરીદ્યા. આ ડિલ અમેરિકાની અનાડાર્કો સાથે કરવામાં આવી. અધિકારીઓ મુજબ, વર્ષ ૨૦૧૪માં મોઝામ્બિકની આ સંપત્તિઓને ઓનજીસી વિદેશ લિમિટેડ અને ઓઈલ ઈન્ડિયા લિમિડેટએ ૨૫૧.૯ કરોડ યુએસ ડોલરમાં ખરીદી લીધી.

એપ્રિલ ૨૦૧૨માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં આઈસીઆઈસીઆઈ અને આઈડીબઆઈ બેન્કના કન્સોર્ટિયમે વીએચએચએલને મોઝામ્બિક, બ્રાઝીલ અને ઈન્ડોનેશિયામાં કામ વધારવા માટે ૨૭૭.૩ કરોડ યુએસ ડોલરની સ્ટાન્ડર્ડ લેટર ઓફ ક્રેડિટ (એસબીએલસી) મંજૂર કરી દીધી. તેમાંથી ૧૦.૩ કરોડ યુએસ ડોલરની એસબીએલસી ફેસિલિટીને રીફાઈનાન્સ કરવામાં આવ્યા. જેમાંથી ૪૦ કરોડ યુએસ ડોલર સ્ટાન્ડર્સ ચાર્ટર્ડ બેન્ક (એસસીબી) લંડનને ચૂકવાયા. ફરિયાદમાં કહેવાયું છે કે, ‘વિડીયોકોન ગ્રુપની ઓઈલ એન્ડ ગેસ કંપની પર પહેલો આરોપ એસસીબીની સિક્યોરિટી સાથે સંલગ્ન છે.’

૧૦ મહિના બાદ વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કન્સોર્ટિયમને જણાવ્યું કે, એસસીબી લોન ૫૩ કરોડ યુએસ ડોલર વધી ગયું છે, એટલે રૂપિયા ચૂકવી ઓઈલ એન્ડ ગેસ સંપત્તિને હસ્તગત કરી લીધી. સીબીઆઈનો આરોપ છે કે, કન્સોર્ટિયમે કોઈ તપાસ કર્યા વિના જ બીજી વધારાની એમાઉન્ટ મંજૂર કરી દીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.