વીડિયો કૉલ પર વાત કરતાં-કરતાં પુલથી નીચે પટકાઈ યુવતી, ઘટનાસ્થળે જ મોત
હરિયાણા, હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના શાહાબાદમાં ગુરૂવારે એક યુવતી મોબાઇલથી વીડિયો કૉલ કરતાં-કરતાં રેલવે સ્ટેશનની સામે જીટી રોડ પર પુલથી નીચે પટકાઈ ગઈ. લગભગ 30 ફુટની ઊંચાઈથી નીચે પટકાતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. યુવતીની મોબાઇલ અને બેગમાંથી મળેલા આધાર કાર્ડથી તેની ઓળખ વોર્ડ-5 સિરસાની અંજલી રાની તરીકે થઈ છે. પોલીસે લાશને કબજામાં લઈ તપાસ શરૂ કરી દીધી છે. મોબાઇલમાં૦ મળેલા નંબરોને આધારે પોલીસે યુવતીના પરિજનોને જાણ કરી હતી.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, યુવતી રેલવે સ્ટેશન ચોક પર પિપલી-શાહાબાદ જીટી રોડ પર પુલની ઉપર ઊભી હતી. યુવતીએ પોતાનો મોબાઇલ હાથમાં રાખ્યો હતો. તે તેની પર વીડિયો બનાવી રહી હતી. આ સમયે યુવતીએ પુલથી નીચે છલાંગ લગાવી દીધી. તેના કારણે યુવતીના માથામાં ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. યુવતીનો મોબાઇલ રસ્તા પર જઈને પડ્યો. લોકોએ રસ્તા પરથી મોબાઇલને ઉઠાવ્યો અને ઘટનાની જાણ પોલીસને કરી. પોલીસે મોબાઇલ અને બેગને પોતાના કબજમાં લઈ તપાસ કરી. ત્યારબાદ મોબાઇલની તપાસ કરતાં કૉલ કરવામાં આવેલા છેલ્લા નંબર પર ફોન કર્યો અને સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલવવામાં આવી છે. બીજી તરફ યુવતીના પરિજનોને પણ દુર્ઘટનાની જાણ કરવામાં આવી છે.