વીડિયો કોલ કરી પંજાબની સગીરાએ આપઘાત કર્યો
પ્રેમીએ મિત્ર સાથે બનાવ્યો લાશ ઠેકાણે પાડવાનો પ્લાન
(એજન્સી)અમદાવાદ, શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ગુડ્ડુ યાદવ નામના આરોપી સામે અપહરણ અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપીએ સગીરાને પંજાબથી લાવીને અમદાવાદમાં રાખી હતી. જે બાદ તે પણ ત્યાંથી જતો રહ્યો હતો.
થોડા દિવસો પછી સગીરાએ વીડિયો કોલ કરીને આપધાત કરી લીધો હતો. જે વાતની જાણ થતા ફરાર આરોપીને પકડવા માટે એક ટીમ રાજસ્થાન અને એક ટીમ બિહાર મોકલવામાં આવશે. આરોપીની ધરપકડ બાદ અન્ય ખુલાસા સામે આવશે.
મળતી માહિતી પ્રમાણે, આરોપી અને સગીરા બન્ને બિહારના શિવાનના રહેવાસી છે. આરોપીએ ગત ફેબ્રુઆરી ૨૦૨૪માં સગીરા જે માતા – પિતા સાથે પંજાબમાં રહેતી હતી ત્યાંથી અપહરણ કરીને સોલામાં લઇ આવ્યો હતો. તેણે સગીરાને લગ્નની લાલચ આપીને લઈ આવ્યો હતો. સગીરાના માતાપિતા પંજાબમાં મજૂરી કરે છે.
એપ્રિલમાં આરોપી સગીરાને એકલી મૂકીને રાજસ્થાનના જેસલમેર જતો રહ્યો હતો.
ત્યારે સગીરાને એકલતા લાગી રહ્યું હતું અને તેને શંકા હતી કે, આરોપી તેને મૂકીને જતો રહ્યો છે. સગીરાએ ગત ૪ એપ્રિલના રોજ ગુડ્ડુને વીડિયો કોલ ને કર્યો હતો. ત્યારે સગીરાએ આપઘાતની વાત કરી હતી. પરંતુ ગુડ્ડુને મજાક લાગી રહ્યું હતુ.તેમ છતાં ગુડ્ડુએ અમદાવાદમાં રહેતા મિત્ર રાજકિશોરને ઘરે જોવા માટે મોકલ્યો હતો.
આરોપીના મિત્રએ જોતા સગીરાએ આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યું હતુ. આરોપીએ મિત્રને લાશ લઈ પાલનપુર લાવવા માટે કહ્યુ અને તે પોતે રાજસ્થાનથી ત્યાં આવી રહ્યો છે તેમ જણાવ્યુ હતુ. પરંતુ આરોપી ત્યાં નહિ આવતા તેનો મિત્ર દુવિધામાં આવી ગયો હતો. આરોપીએ લાશને એમ્બ્યુલન્સથી બિહાર મોકલી આપતા કહ્યું હતું પરંતુ એમ્બ્યુલન્સ પોલીસ કાગળ વિના લાશ લઈ જવાની ના પાડી હતી.
આરોપીએ કોઈ યોગ્ય જવાબ ના આપતા મિત્રએ લાશ ગત પાંચ એપ્રિલના રોજ પાલનપુર સિટીમાં મૂકીને ત્યાંથી જતો રહ્યો હતો. જેથી પાલનપુરમાં અકસ્માત ગુનો દાખલ થયો હતો. ત્યાર બાદ લાશનું પીએમ થયા બાદ ઝીરો મુજબ સોલા મોકલી આપતા સોલામાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હવે પોલીસે સગીરાના મોબાઇલ સહિતના મુદ્દામાલ અને આરોપીને પકડવા કામગીરી હાથ ધરી છે.