વીડિયો બાદ અલ્પિતાને ફરી સસ્પેન્ડ કરવામાં આવી
મહેસાણા, બહુચરાજી મંદિરમાં ઈન્સ્ટાગ્રામ રીલ બનાવીને અપલોડ કરીને ગુજરાત પોલીસની આબરુના ધજાગરા ઉડાનાર મહિલા પોલીસ કર્મી અલ્પિતા ચૌધરીને આખરે સસ્પેન્ડ કરાઈ છે. અલ્પિતા ચૌધરીએ ચાલુ નોકરી દરમિયાન પોલીસની વર્દી પર બહુચરાજી મંદિરમાં આ વીડિયો બનાવ્યા હતા. ત્યારે મહેસાણા એસપી દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાયા છે. હવે અલ્પિતા ચૌધરીને ફરીથી સસ્પેન્ડ કરાઈ છે. બહુચરાજી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી દ્વારા સસ્પેન્સન ઓર્ડરની બજવણી કરાઈ છે.
વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મૂક્યા છે. અગાઉ પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવનાર અલ્પિતાને સસ્પેન્ડ કરાઈ હતી. હાલ અલ્પિતાને બહુચરાજીમાં ડ્યુટી સોંપાઈ હતી. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મૂકાયેલી અલ્પિતા ચૌધરીએ રિલ્સ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂક્યા છે. અલ્પિતએ પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે ઈન્સ્ટા રિલ્સ બનાવ્યા છે.
વધુ એકવાર અલ્પિતાએ ચાલુ ડ્યુટી પર વીડિયો બનાવ્યો છે. અલ્પિતાએ ફેમ મેળવવા ન તો મંદિરની ગરિમા સાંભળી, ન તો ખાખી વર્દીની ગરિમા સાચવી. તેણે બોલિવુડ ગીતો પર મંદિરના કેમ્પસમાં જ વીડિયો બનાવીને અપલોડ કર્યા. અગાઉ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવા મામલે અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ હતી. ત્યારે વધુ એક વખત અલ્પિતા ચૌધરીએ ચાલુ ફરજે વીડિયો બનાવ્યા છે.
એટલુ જ નહિ, વીડિયો બનાવ્યા બાદ તે મંદિરના પ્રાંગણથી જ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ હતી. વીડિયોમાં અલ્પિતા ચૌધરી સાથે અન્ય શખ્સ પણ દેખાયો. ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમ્યાન તે મિત્રો સાથે વાત કરતી દેખાઈ. વીડિયોમાં અન્ય શખ્સ પિસ્તોલ બતાવી રહ્યો છે.
અલ્પિતા ચૌધરીને હાલ બહુચરાજી મંદિરમાં નોકરી સોંપાઈ છે. સવારે ૯ થી ૧ અને ત્યારબાદ ૧ થી ૨ રિશેષ અને ૨ વાગ્યાથી ૬ વાગ્યા સુધી મંદિરમાં ડ્યુટી સોંપાઈ છે. બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અલ્પિતા ગેરહાજરી જાેવા મળી. તો બીજી તરફ, તે મંદિરમાં વીડિયો બનાવતી દેખાઈ. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ.SSS