Western Times News

Gujarati News

‘વી’ના યુઝર્સ વી અનલિમિટેડ પર કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વિના આખી રાત ઇન્ટરનેટ વાપરી શકશે

·         વીના પ્રીપેઇડ યુઝર્સ વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટ ઉપરાંત વી અનલિમિટેડ પર રાતના 12:00થી સવારના 6:00 વચ્ચે તેઓ અનલિમિટેડ ડેટાનો લાભ લઈ શકે છે

મુંબઈ, જ્યારે અત્યારે લોકો પોતાના ઘરમાં સલામતી અને અનુકૂળતા સાથે રિમોટ વર્કિંગ કરી રહ્યાં છે અને કન્ટેન્ટનો વપરાશ કરવામાં વધારે સમય પસાર કરી રહ્યાં છે, ત્યારે ઇન્ટરનેટ અને OTT પર રાતે મનોરંજન સહિત વિવિધ કાર્યક્રમો જોવાનું પ્રમાણ વધતું જાય છે.

વીએ આ જરૂરિયાત પૂર્ણ કરવા રૂ. 249 અને એનાથી વધારે મૂલ્યના તમામ વી અનલિમિટેડ રિચાર્જીસ પર રાતના 12:00થી સવારના 6:00 સુધી એના પ્રીપેઇડ ગ્રાહકો માટે કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના, કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વિના અનલિમિટેડ હાઈ સ્પીડ નાઇટ-ટાઇમ ડેટાની સુવિધા આપવાની જાહેરાત કરી છે.

રોગચાળાને કારણે વિક્ષેપ પામેલી દુનિયામાં લોકો માટે મોબાઇલ ઇન્ટરનેટ ઓક્સિજન સમાન પુરવાર થવાની સાથે બોનસ અનલિમિટેડ હાઈ-સ્પીડ નાઇટ-ટાઇમ ડેટા વીના ગ્રાહકોને વધારે સમયે અને વધુ આનંદ અને રાહત મેળવવા મનોરંજનની મજા માણવા સક્ષમ બનાવશે. વીના પ્રીપેઇડ ગ્રાહકો લાંબા દિવસ પછી હવે અનલિમિટેડ ઇન્ફોટેઇન્મેન્ટની મજા માણી શકે છે, લાંબા વીડિયો કોલ્સ પર પ્રિયજનો સાથે જોડાઈ શકે છે અથવા તેમના ડેઇલી ડેટા કોટાનો વપરાશ થયાની ચિંતા કર્યા વિના ડાઉનલોડ કરી શકે છે.

વીના ગ્રાહકો રૂ. 249 અને એનાથી વધારેના હાલના તમામ અનલિમિટેડ ડેઇલી ડેટા કોટા પેક્સ પર વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટ પણ મેળવશે, જે યુઝર્સને મોડી રાત સુધી ઇન્ટરનેટની મજા માણવાની સુવિધા આપવાની સાથે અઠવાડિયા દરમિયાન તેમના ડેઇલા કોટામાંથી વપરાશ ન થયેલા ડેટાને કેરી ફોરવર્ડ કરવાની અને વીકેન્ડ દરમિયાન એનો વપરાશ કરવાની સુવિધા આપશે.

યુવા પેઢી જેવા કન્ઝ્યુમર સેગમેન્ટની વપરાશની પેટર્ન્સ રાતમાં ડેટાના ઊંચા વપરાશને સંકેત આપે છે. ઉદ્યોગમાં પહેલી અનલિમિટેડ હાઈ-સ્પીડ નાઇટ-ટાઇમ ડેટા અને વીકેન્ડ ડેટા રોલઓવરનો બમણો લાભ આપતી આ ખાસિયત સાથે વીનો ઉદ્દેશ એના અનલિમિટેડ યુઝર્સને વધારે મૂલ્ય પ્રદાન કરવાનો છે. આ નવી પહેલનો ઉદ્દેશ નેટવર્ક સાથે હાલના ગ્રાહકોનું જોડાણ વધારવાનો અને અમારા નેટવર્ક સાથે નવા યુઝર્સને જોડવાનો છે.

વીના ગ્રાહકો અનલિમિટેડ હાઈ સ્પીડ નાઇટ-ટાઇમ ડેટાનો ઉપયોગ વિવિધ OTT એપ્લિકેશનમાંથી વિવિધ કન્ટેન્ટ બ્રાઉઝ અને ડાઉનલોડ કરવા તેમજ વી મૂવીઝ અને લાઇવ ટીવી શૉ, લેટેસ્ટ મૂવીઝ અને ઓરિજિનલ કન્ટેન્ટની મજા માણવા વન-સ્ટોપ એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ટિનેશન ટીવી એપ માટે કરી શકશે.

વીના સબસ્ક્રાઇબરો દ્વારા 10 મિલિયનથી વધારે ડાઉનલોડિંગ સાથે આ 13 જુદી જુદી ભાષાઓમાં 9500થી વધારે ફિલ્મો, 400થી વધારે લાઇવ ટીવી ચેનલ્સની સાથે તમામ પ્રકારની ઓરિજિનલ વેબ સીરિઝ અને ઇન્ટરનેશનલ ટીવી શૉ જોવાની સુવિધા આપે છે. તાજેતરમાં ઓકલાના એક રિપોર્ટ મુજબ, વી ગિગાનેટ ઓક્ટોબરથી ડિસેમ્બર, 2020માં ભારતમાં સૌથી ઝડપી 4જી નેટવર્ક હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.