વીમા પ્રીમિયમઃ સિનિયર સિટિઝનોને GSTમાં મુક્તિ મળવાની શક્યતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/GST.jpg)
(એજન્સી)નવી દિલ્હી,
આરોગ્ય અને જીવન વીમાનો ખર્ચ સતત વધતો જાય છે અને તેમાં પણ ૧૮ ટકા જીએસટીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. હવે કમસે કમ સિનિયર સિટિઝન્સને આ તોતિંગ જીએસટીમાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે. લાંબા સમયથી જીવન વીમા અને આરોગ્ય વીમા પરના પ્રીમિયમ પર સિનિયર સિટિઝન્સને જીએસટીમાંથી મુક્તિ આપવાની માગ થઈ રહી છે. આગામી દિવસોમાં આ માગણી સ્વીકારાય તેવી સંભાવના છે. શનિવારે જીએસટી માટે ગ્રૂપ ઓફ મિનિસ્ટરની મિટિંગ થઈ હતી. તેમાં મોટાભાગના સભ્યો આ ભલામણ સ્વીકારવા સહમત થયા છે. બિહારના નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ગ્રૂપ ઓફ મિનિસ્ટરની મિટિંગ થઈ હતી જે પહેલી બેઠક હતી. તેમાં સામાન્ય માણસોને કર કપાતનો લાભ આપવા માટે ભલામણ કરવામાં આવી હતી.