વીરતા પુરસ્કાર માટે દેશભરમાંથી ૨૨ બાળકો પસંદ કરાયા
નવીદિલ્હી, આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માટે જે બાળકોને પસંદ કરવામાં આવ્યા છે જેમાં જમ્મુ કાસ્મીરના બે કિશોર પણ સામેલ છે.તેમાં જ કર્ણાટકનો એક એવો યુવક પણ સામેલ છે જેણે રાજયમાં પુર દરમિયાન એક એમ્બ્યુલન્સને માર્ગ બતાવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી છે.ભારતીય બાલ કલ્યાણ પરિષદ (આઇસીસીડબ્લ્યુ)એ વીરતા પુરસ્કાર માટે ૧૦ યુવતીઓ અને ૧૨ યુવકોના નામની જાહેરાત કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે કેરલના કોઝિકોડના ૧૬ વર્ષીય મોહમ્મદ મુહસીનને મરણોપરાંત આઇસીસીડબ્લ્યુ અભિમન્યુ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. તેણે ગત વર્ષ એપ્રિલમાં દરિયામાં હવામાન ખરાબ હોવા પર પોતાના ત્રણ સાથીઓના જીવ બચાવ્યા હતાં.જયારે કુપવાડાના રહેવાસી સરતાજ મોહિદન ઉવ ૧૬ અને બડગામના મુદાસિર અશરફ ઉવ ૧૯ને કાશ્મીરમાં સાહસિક કાર્ય લઇ વીરતા પુરસ્કાર માટે પસંદ કરાયા છે. ઓરિસ્સાની ૧૬ વર્ષની પૂર્ણિમા અને ૧૫ વર્ષની સવિતા ગિરીને ૧૨ લોકોના જીવ બચાવવા માટે પુરસ્કાર અપાશે. કર્ણાટકના વેકેટેશને પણ આ પુર્સકાર આપવામાં આવશે.
પુરસ્કાર ગ્રહણ કરનારા અન્ય બાળકોમાં આસાના કમલ કૃષ્ણ દાસ,છત્તીસગઢના કાંતિ પૈકરા અને ભમેશ્વરી નિર્મલકર,અલિકા હિમાચલ પ્રદેશથી ભારતી કિરણ શેટ કર્ણાટક મદાસિર અશરફ જમ્મુ કાશ્મીર કેરલથી ફતહ પીકે મહારાષ્ટ્રના જેન સદાવર્તે અને માસ્ટર આકાશ મચિન્દ ખિલારે મણિપુરથી લૌરેબમ યખોમબા મંગાંગ વગેરે સામેલ છે.