વીરપુરમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ ભાઇ ડુબી ગયા
અમદાવાદ : ભાવનગર પાલીતાણાના વીરપુર ગામે તળાવમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા. જા કે, કોઇક કારણસર આ ત્રણેય બાળકો તળાવના પાણીમાં એક પછી એક ડૂબી ગયા હતા. ચોંકાવનારી અને આઘાતજનક વાત તો એ છે કે, તળાવમાં ડૂબનાર ત્રણેય બાળકો સગા ભાઇ હતા.
આમ, ત્રણેય સગા ભાઇઓના તળાવના પાણીમાં ડૂબવાથી સમગ્ર ગામ અને પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી તો, તેમના પરિવારમાં તો જાણે શોકનો માતમ પથરાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાલીતાણાના વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે ૫થી ૧૨ વર્ષના આશરાના ત્રણ પુત્રો ન્હાવા માટે ગામના તળાવમાં પડ્યા હતા.
એક પછી એક એમ ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોલીસે પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા હતા. દિવાળી ટાણે જ ત્રણ ત્રણ પુત્રોના મોતથી પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેમ શોકનો માતમ પથરાયો હતો. તો, સમગ્ર પંથકમાં પણ એક જ પરિવારના ત્રણ સગા ભાઇઓના મોતને લઇ જબરદસ્ત અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.
સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય ભાઇઓના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢયા ત્યારે હૈયાફાટરૂન અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં ડેપ્યુટી કલેક્ટર કે.કે.સોલંકી, ઇન્ચાર્જ પીઆઇ ચુડાસમા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિવારને જરૂરી સાંત્વના પાઠવી આપી હતી. હાલમાં ડુબી જવાના અનેક બનાવો સપાટી પર આવ્યા છે
જેથી મોતનો આંકડો પણ હાલના દિવસોમાં ડુબવાથી સતત વધ્યો છે. ડુબી જવાના બનાવમાં મુખ્યરીતે લાપરવાહી, બેદરકારીને જવાબદાર ગણવામાં આવે છે. ન્હાવા પડતા પહેલા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેવાની પણ તકેદારી રાખતા નથી. આવી Âસ્થતિમાં ઉંડા પાણીમાં ડુબવાથી મોતના બનાવ બની રહ્યા છે.