વીરપુર પાસેથી ૩૯૬ બોટલ વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ
રાજકોટ, વીરપુર પાસેથી પોલીસે દરોડો પાડી ૩૯૬ બોટલ વિદેશી દારૂ ભરેલી કાર પકડી પાડી હતી.આ દરોડામાં કારનો ચાલક ફરાર થઈ જતા તેની શોધખોળ શરુ કરવામાં આવી છે.
પોલીસે ૧.૫૭ લાખના દારૂ સહીત રૂ.૩.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વીરપુર નજીક જીજે ૦૧ ઝેડ ૫૮૦૬ નંબરની કારમાં દારૂ હોવાની બાતમીના આધારે વિરપુર પોલીસે દારૂ ભરેલી કારને આંતરી હતી કારના ચાલકે કાર ભગાવી હતી.
કાર જેપુર ગામ નજીક મેવાસા ગામ તરફ જતા રસ્તે જેન્તીભાત ગોરધનભાઈ હીરપરાની વાડી સામે રેઢી મળી હતી. પોલીસે તપાસ કરતા તેમાંથી રૂ.૧.૫૭ લાખની કિમતની ૩૯૬ બોટલ વિદેશી દારુ મળી આવ્યો હતો.
પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ.૩.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કરી કારના નંબરના આધારે ચાલકની શોધખોળ શરુ કરી છે.આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારની માહિતી મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે.HS