Western Times News

Gujarati News

વીરપ્પનની પુત્રીને ભાજપે તામિલ યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી

ચાલુ વર્ષે જ વિદ્યા ભાજપમાં જોડાઈ છેઃ ભાજપે સામેથી મને પાર્ટીમાં જોડાવાની ઓફર કરી હતીઃ વિદ્યા રાની
ચેન્નાઈ,  અત્યંત ઘાતકી ગણાતા ચંદન ચોર વીરપ્પનની પુત્રીને ભાજપે મોટી જવાબદારી સોંપી છે. તામિલાનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપે અહીંયા કાર્યકારી સમિતિમાં મોટા ફેરફાર કર્યા છે.ભાજપે વિરપ્પનની પુત્રી વિદ્યા રાનીને ભાજપના યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી છે.

વિદ્યા આ જ વર્ષે ભાજપમાં જોડાઈ છે અને ગણતરીના સમયમાં તેને અપાયેલા મોટા પદના પગલે તેના તરફ સૌનુ ધ્યાન ખેંચાયુ છે.તામિલનાડુમાં એઆઈડીએમકે અને ડીએમકેનુ વર્ચસ્વ છે ત્યારે વિદ્યાએ આ બંને પાર્ટીઓને બાજુ પર મુકીને ભાજપ પર પસંદગી ઉતારી છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં વિદ્યાનુ કહેવુ હુત કે, હું પીએમ મોદીને પસંદ કરુ છું અને એ જ મારું ભાજપમાં જોડાવા પાછળનું કારણ છે.

તેઓ હંમેશા એક્ટિવ રહેતા હોય છે.મારા માટે સન્માનની વાત છે કે, ભાજપે સામેથી મને પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી હતી. વિદ્યાએ બીએ અને એલએલબી કર્યુ છે.વિદ્યાનુ કહેવુ છે કે, સમાજસેવામાં મને પહેલેથી જ રસ રહ્યો છે.વિરપ્પનની પુત્રી હોવાથી ઈમેજને નુકસાન થવા અંગે તેનુ કહેવુ છે કે, મારા પિતા કોણ હતા તે બધાને ખબર છે.તેમાં કશું હવે નવુ નથી.

ઉલ્લેખનીય છે કે, વિરપ્પન ૧૯૮૭માં દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.તે વખતે તેણે એક ફોરેસ્ટ ઓફિસરનુ અપહરણ કર્યુ હતુ .એક પોલીસ ટીમને ઉડાવી દીધી હતી અને તેમાં ૨૨ના મોત થયા હતા.કન્નડ ફિલમોના સુપર સ્ટાર રાજકુમારનુ પણ તેણે અપહરણ કર્યુ હતુ.૨૦૦૪માં થયેલા એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.