વીર દાસ પોતાના બૅનર હેઠળ સાત નવા પ્રોજેક્ટ લાન્ચ કરશે
મુંબઈ: કામેડિયન અને ઍક્ટર વીર દાસ પોતાના પ્રોડક્શન-હાઉસ હેઠળ કામેડી જાનરને વધુ એક્સ્પ્લોર કરવા જઈ રહ્યો છે. તે છેલ્લે નેટફિ્લક્સની ડાર્ક-કામેડી ફિલ્મ ‘હસમુખ’માં જાવા મળ્યો હતો અને તેણે આ ફિલ્મને કો-પ્રોડ્યુસ પણ કરી હતી.
વીર દાસ પોતાનું ‘વિયર્ડેસ કામેડી’ નામનું બેનર ચલાવે છે જેના દ્વારા તે હવે જુદા-જુદા ઓટીટી પ્લૅટફાર્મ માટે પ્રોજેક્ટ્સ લાન્ચ કરશે. એમાંથી હાલ કુલ ૭ જેટલા શો, ફિલ્મો અને બ્રાડકાસ્ટ માટેનું સ્ક્રિપ્ટિંગ અને કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે જે આ વર્ષે જ રિલીઝ થવાની શક્યતા છે.
જાકે વીર દાસ આ પ્રોજેક્ટમાંથી ફક્ત એક જ શોમાં ઍક્ટિંગ કરતો જાવા મળશે. બાકીનામાં તે ક્રીએટિવ પ્રોડ્યુસર તરીકે ફાળો આપશે. આ બધા શોની યાદી પણ રસપ્રદ છે. ‘મહિલા કૅન્ટીન’ નામનો શો મહિલા-કેન્દ્રિત પાલિટિકલ કામેડી શો હશે, તો અન્ય એક પંજાબી ડ્રામા સિરીઝ હશે જેનું સંપૂર્ણ શૂટિંગ ઉપર હવામાં (પ્લેનમાં) થયેલું હશે. ‘લાઇટફુટ’ નામના પ્રોજેક્ટની વાર્તા આૅનલાઇન બૂટ વેચતી કંપની પર આધારિત હશે જે બૂટના તળિયામાં ડ્રગ્સ ડિલીવર કરવાનું કામ કરે છે !
આ ઉપરાંત વીર દાસ તેલુગુ, પંજાબી, મરાઠી અને ગુજરાતી ભાષાઓમાં પણ કામેડી સિરીઝ બનાવવાનું વિચારી રહ્યો છે. તેનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફાર્મ્સ આવવાથી કામેડીના નવા કન્સેપ્ટ માટેના દરવાજા ખૂલી ગયા છે.