વીસથી વધુ ફેરીયાઓને આવા-જવાનો ત્રણ કી.મી. જેટલો લારી સહીત ફેરો કરાવી દંડયા
હળવદમા નિયમોને નેવે મુકનારા શાકભાજી-ફ્રુટની લારી વાળા પર,પોલીસ આકરા પાણી એ પોલીસ સ્ટેશનમા બેસાડી નિયમોના પાઠ ભણાવાયા,લારીવાળાઓ દ્રારા વૈકલ્પીક વ્યવસ્થાની માંગ
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ શહેરમા મંગળવારના રોજ કોરોના અંગે તકેદારી રૂપ સરકારી નિર્દેશોનુ પાલન નહી કરી નિયમોને નેવે મુકનારા અને ટ્રાફીકમા અડચણ રૂપ થતા વીસથી વધુ શાકભાજી-ફ્રુટની લારીવાળાઓ પર હળવદ પોલીસ આકરા પાણી એ થઈ નવીનત્તમ સજા કરેલ હતી
સમગ્ર ઘટના ક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પી. આઈ પી.એ. દેકાવાડીયા મંગળવારના રોજ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા નિકળતા, હળવદના મુખ્ય માર્ગ એવા સરા રોડથી બસસ્ટેશન રોડ પર ઉભા રહી લારીમા શાકભાજી અને ફ્રુટનો વ્યવસાય કરતા ફેરીયાઓ દ્રારા ટ્રાફીકમા અડચણ ઉભી થવાનુ જણાય આવતા તેમજ માસ્કને ગ્લોઝ પણ પેહરેલા ન હોવાથી તમામ ફેરીયાને લારી સહીત ગામ બહાર આવેલા પોલીસ સ્ટેશન લઈ જઈ બે કલાક બેસાડી રાખી ટ્રાફીક અને કોરોના સામે સાવચેતી અંગેના પાઠ ભણાવ્યા હતા,
ગત લોકડાઉનને લીધે થયેલ નાના વ્યવસાયીકોની આર્થીક પાયમાલીને ધ્યાને રાખીને કોઈ આર્થીક દંડ ફટકારેલ ન હતો. પરંતુ,વ્યવસાય સ્થળેથી પોલીસ સ્ટેશન અને ત્યાંથી ઘેર લારી સહીત પરત ફરવાનો આશરે ત્રણ કી.મીનો રન કરવા સાથે,બે કલાકની આસપાસ પોલીસ સ્ટેશનમા બેસાડી પાઠ ભણાવ્યાનો દંડ કરી જ સંતોષ માન્યો હતો.જયારે, આ તમામ લારીવાળાઓ દ્રારા ટ્રાફીક તેમજ કોરોના સંક્રમણ અંગેના તકેદારીના નિયમોનુ પાલન કરવા અંગે ખાત્રી અપાતા તમામને લારી સહીત મુકત કરાયા હતા.ત્યારે, આ તમામ ફેરીયાઓ દ્રારા તેમના વ્યવસાય માટે વૈકલ્પીક વ્યવસ્થા થાય અને ટ્રાફીકને અડચણ રૂપ પણ ન બને એ અંગે વિચારવૂ પણ જરૂરી છે.જયારે,પોલીસ દ્રારા સમજણ આપવા તેમજ દંડના નવતર અભિગમ એ શહેરમા ચર્ચા જગાવી છે (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ)