Western Times News

Gujarati News

વી.એસ, એલ.જી અને શારદા હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના રાફડો ફાટી નીકળ્યો છે. સરકારી કોવિડ હૉસ્પિટલ સહિત અનેક ખાનગી હૉસ્પિટલને કોરોનાની સારવારની છૂટ આપવામાં આવી હોવા છતાં દર્દીઓને હૉસ્પિટલમાં બેડ નથી મળી રહી. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરની ત્રણ હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ. હૉસ્પિટલ,શારદા હોસ્પિટલ અને એલ. જી. હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. અહીં ગાયનેક ઇમરજન્સી સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવી છે. હવે અહીં ફક્ત કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવશે.

આ માટે ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે કે, શહેરમાં એસ.વી.પી સહિત મોટાભાગની ખાનગી હૉસ્પિટલોને કોવિડ ડેઝીગનેટેડ કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આમ છતાં, કોવિડ-૧૯ના દર્દીઓ વધી રહ્યા છે. આથી વધારે સવલત ઊભી કરવા માટે ત્રણ હૉસ્પિટલને કોવિડ-૧૯ હૉસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવે છે. અહીં ઇમરજન્સી (ગાયનેક ઇનરજન્સી) સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવશે.

કાૅંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્‌વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. હાલ તેઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે હોમ આઇસોલેટ થયા છે. તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત દાણીલીમડાના કાૅંગ્રેસના કાઉન્સિલર શહેજાદ ખાન પઠાણ પણ કોરોના પોઝિટિવ થયા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને વધારેમાં વધારે આરટી-પીસીઆર ટેસ્ટ થયા તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેવી રીતે વિદેશમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ થાય છે તેવી જ રીતે અમદાવાદ ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલે કે વ્યક્તિએ પોતાની ગાડીમાંથી બહાર નીકળવાની જરૂરી નથી રહેતી. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુપ્રાટેક લેબોરેટરી તરફથી આ પહેલી શરૂ કરવામાં આવી છે.

આજથી એટલે કે બુધવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ૮૦૦ રૂપિયામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકશે. ટેસ્ટ કરાવ્યાના ૨૪થી ૩૬ કલાકમાં તેઓને ઇ-મેઇલ કે પછી વોટ્‌સએપના માધ્યમથી આ ટેસ્ટ મોકલી આપવામાં આવશે. વ્યક્તિ ઇચ્છે તો લેબોરેટરી ખાતેથી હાર્ડ કોપી પણ મેળવી શકશે.રાજ્યમાં કોરોના વાયરસના નવા ૬,૬૯૦ કેસ નોંધાયા છે.

આ દરમિયાન ૨,૭૪૮ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં ૧૦૦૦ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. ૨૪ કલાકમાં ૬૭ દર્દીનાં દુઃખદ નિધન થયા છે. મંગલવારે અમદાવાદમાં ૨,૨૮૨, સુરતમાં ૧,૪૪૧, વડોદરામાં ૩૭૭, રાજકોટમાં ૬૧૬, જામનગરમાં ૩૧૫, મહેસાણામાં ૧૭૭, બનાસકાંઠામાં ૧૩૭, પાટણમાં ૧૧૦, ભાવનગરમાં ૧૨૮, જૂનાગઢામાં ૧૧૩ કેસ નોંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.