વી.એસ. ખાતેનું કેથલેબ નવી ટેકનોલોજી સામે આઉટ ઓફ ડેટ
(પ્રતિનિધિ) અમદાવાદ, શેઠ વા.સા.જ. હોસ્પિટલ કેથલેબ અંગે માહિતી આપતા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટ્રકચર એન્જીનીયરના અભિપ્રાય અનુસાર મેઈન બિલ્ડિંગ (હેરીટેજ ટાવર સાથે વોર્ડ નં.૧ થી ૬ સિવાય)ની તમામ બિલ્ડીંગ તથા સી.એમ.એમ ગાયનેક બિલ્ડિંગ અને ઓપીડી બિલ્ડિંગ ભૂકંપની દ્રષ્ટિએ અસુરક્ષીત જણાય છે તેથી સલામતીને ધ્યાનમાં લેતા મેઈન બિલ્ડિંગ (હેરીટેજ ટાવર તથા વોર્ડ નં.૧ થી ૬ સિવાય)ની તમામ બિલ્ડીંગ તથા સી.એમ.એમ ગાયનેક બિલ્ડીંગ અને ઓપીડી બિલ્ડીંગ તોડીને નવુ કન્સ્ટ્રકશન કરવાની મંજૂરી આપવામાં આવેલ છે.
તેથી કેથલેબ, સીટીઓટી, ઓઆઈસીજી તેમજ વોર્ડ નં.૯ થી ૧પના બિલ્ડીંગ સ્ટ્રકચરલ સ્ટેબીલીટી રીપોર્ટ અંતર્ગત ડીમોલીસ કરવાના થાય છે. જેમાં શેઠ. વા.સા.જ હોસ્પિટલની કેથલેબ આવેલ હોઈ કેથલેબને શેઠ લ.ગો.જ હોસ્પિટલ ખાતે ઉપયોગમાં લઈ શકાય કે કેમ ? તે બાબતની શક્યતાઓ તપાસવામાં આવતા બંને કેથલેબનો ઉપયોગ કરવા માટે કાર્ડીયોથોરાસીક વિભાગ હોવો જરૂરી છે જેની સુવિધા નથી બંને કેથલેબ હાલના અપગ્રેડ ટેકનોલોજી પ્રમાણે આઉટ ઓફ ડેટ થયેલ હોઈ તથા કેથલેબ ૧૦ વર્ષ જૂની મર્યાદા વટાવી ચૂકેલ છે. તદઉપરાંત એસ.વી.પી. ખાતે સુપર સ્પેશ્યાલીટી તબદીલ કરેલ હોવાથી અત્રે હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીટી વિભાગો ન હોવાથી શેઠ વા.સા. જ હોસ્પિટલ ખાતે તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી તેથી કેથલેબનું ઓકશન કરવાનુ નકકી કરવામાં આવેલ છે.