વુહાનમાંથી કોરોના વાયરસ આવ્યો નથી: ડબ્લ્યુએચઓ
નવીદિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના હેલ્થ ઇમરજન્સી કાર્યક્રમના કાર્યકારી નિર્દેશક ડો માઇકલ રયાને ન્યુઝ બ્રીફિગમાં કહ્યું હતું કે કોરોના વાયરસ સંભવત બહુ જ પહેલા દુનિયાના વિવિધ સ્થાનો પર ફેલાઇ ચુકયો હતો અને અનેક લોકો કદાચ વિવિધ સમયે સંક્રમિત પણ કરી ચુકયો હતો ડો રયાને કહ્યું કે વધુ સુચનાથી શકય છે કે કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં મોજુદ છે રિસર્ચ કરનારાઓને હાલમાં જ ચામાચીડિયાના શરીરમાં આ વાયરસ મળ્યો હતો અન્ય જગ્યાઓ પર વાયરસના સંભવિત સ્ત્રોત મળી આવ્યા છે.હાલ એ નક્કી કરી શકાતુ નથી કે મનુષ્ય કે પછી પ્રાણી કોણે કોરોના વાયરસનો પ્રસાર કર્યો બસ આ વાયરસ વુહાનના સમુદ્રી ખોરાક માર્કેટમાં મળી આવ્યો છે.
મહામારી ફેલાવાની શરૂઆતમાં વુહાન અને હુપેઇ પ્રાંતની ટીકા બહુ જ તીવ્ર હતી એટલું જ નહી કેટલાક દેશોએ કોરોના વાયરસને વુહાન વાયરસ પણ નામ આપ્યુુ વારંવાર ચીન પર શાબ્દિક હુમલા કરાયા પરંતુ ભલે તે ઇટાલી સ્પેન કે ફ્રેન્સ હોય વાયરસ સપ્ટેમ્બર ૨૦૧૯ પહેલા રકત અપશિષ્ટ જળ કે રોગના કેસમાં મળી આવ્યો હતો.આ નિર્ણાયક પુરાવાને જાેયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અંતે પુષ્ટી કરી કે કોરોના વાયરસ વુહાનથી નથી આવ્યો.
હવે ડબ્લ્યુએચઓનો નિર્ણય આવી ચુકયો છે વુહાને બસ સૌથી પહેલા વાયરસ વિષે માલુમ કર્યું છે અને સૌથી પહેલા રિપોર્ટ કર્યો છે તેનાથી ન માત્ર સાબિત થયું છે કે વુહાન નિર્દોષ છે પરંતુ એ પણ સાબિત થયું કે કેટલાક દેશોએ ખરાબ હેતુ સાથે ચીન પર વાર કર્યો અને મહામારીની રાજનીતિ કરી.
વાસ્તવમાં હુપેઇ પ્રાંત અને વુહાન શહેરના લોકોએ સરકારના નિર્દેશનમાં આવેલ અને તમામ ચીની લોકોની સહાયતામાં મહામારીને રોકવા માટે ભારે પ્રયાસ કર્યા અને મોટી કીંમત પણ ચુકવી છે તે માનવ જાતિ માટે ચીની લોકોનું મહાન યોગદાન સાબિત કરે છે નહિં તો સમગ્ર દુનિયામાં મહામારીની સ્થિતિ વધુ ખરાબ બની હોત.
અનેક રિસર્ચ બાદ એ સાબિત થયું કે કોરોના વાયરસ લેબોરેટરીમાં બનાવવામાં નથી આવ્યો અને કૃત્રિમ વાયરસ તો જરા પણ નથી અમેરિકાના વૈજ્ઞાનિકોએ રકિસર્ચમાં જાહેર કર્યું કે કોરોના વાયરસ કુદરતી રીતે પેદા થયો છે અમેરિકાની તુલેન યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ ગૈરીએ વિજ્ઞાન જનરલ કુદરતી ચિકિત્સા પર થીસિર જાહેર કરીને કહ્યું કે વુહાનમાં કોવિડના ૧૯ના કેસ છે પરંતુ વુહાન મહામારીનું સ્ત્રોત નથી તે પણ સત્ય છે.HS