વુહાનમાં ડિસેમ્બર 2019 પહેલા કોરોનાનાં પુરાવા મળ્યા નથી: WHO
વુહાન, ચીનમાંથી કોરોના રોગચાળો ફેલાયો હોવાના આરોપો થયા બાદ WHOની ટીમ દ્વારા ખાસ તપાસ શરૂ કરવામાં આવી છે, અને તે માટે આ ટીમ વુહાન પણ ગઇ છે, હવે WHOની ટીમને વુહાનમાંથી કોરોના વાયરસ ડિસેમ્બર 2019 પહેલા ફેલાયો હોવાના કોઇ પુરાવા મળ્યા નથી, ત્યાર બાદ જ આ રોગચાળો બીજા વિસ્તારોમાં ફેલાયો છે.
ટીમમાં સામેલ બેન એમ્બરેકનું કહેવું છે કે તાજેતરમાં જ વુહાનની તપાસ ટીમે કોરોના અંગે નવી માહિતી મેળવી છે, પરંતું નાટકીય રૂપે આ તસવીર બદલાઇ નથી, એ બાબતનાં પણ પુરાવા મળ્યા છે કે વુહાન હુન્નાનનાં બજારથી અન્યત્ર રોગચાળાનો ફેલાવો ડિસેમ્બર 2019માં થયો.