વૃદ્ધના ૬૦૦ અમેરીકન ડોલર લઈ વેપારી ફરાર
વેપારી વસ્ત્રાપુરમાં આવેલી ઓફીસ અને ઘરને તાળાં મારી ભાગી જતાં વૃધ્ધે ફરિયાદ નોંધાવી
અમદાવાદ: અમેરીકા ફરીને પરત આવ્યા બાદ વૃદ્ધે ૬૦૦ અમેરીકન ડોલર એકસચેન્જ કરવા આપતા આશેર ૪૩ હજાર રૂપિયાની કિમતના અમેરીકન ડોલર લઈ વેપારી ફરાર થઈ જતા વૃદ્ધે વ†ાપુર પોલીસ સ્ટેશનમા છેતરપીડીની ફરીયાદ નોધાવી છે. અનંતભાઈ મોહનભાઈ પટેલ હેરીટેજ સામાન્ય સીટી ખાતે રહે છે તે મૂળ પાટણમાં વતની છે
અનંતભાઈ હાલમા પત્ની ભાનુબેન સાથે નિવૃત્ત જીવન ગાળે છે તેમના સાળા વિણ્ણુભાઈ સુસાત દસ વર્ષથી અમેરીકામા સ્થાયી થયા હોવાથી ગયા વર્ષે અમેરીકાના વિઝા મેળવી સાહીઠ વર્ષીય અનંતભાઈ પોતાની પત્ની ભાનુબેન સાથે ફેબ્રુઆરી મહીનામા જયોજીયા ખાતે ફરવા ગયા હતા જ્યાંથી ઓગસ્ટ ૨૦૧૯માં પરત ફર્યા હતા અમેરીકાથી લાવેલા ૬૦૦ જેટલા ડોલર એકસચેન્જ કરાવવા માટે તેમણે શ્રી ઉમીયા ફોટેકર પ્રાઈવેટ લિમિટેડ નામે શ્રીજી ટાવર હિમાલયા મોલની સામે વ†ાપુર ખાતે ઓફીસ ધરાવતા વિપુલભાઈ રસીકભાઈ પટેલનો સપર્ક કર્યો હતો
૬૦૦ ડોલરની કિમત ૪૩ હજાર ભારતીય રૂપિયા ગણી રોકડ રકમ નહોઈ વિપુલભાઈએ ચેક આપવાની વાત કરી હતી લાબા સમય બાદ ઓળખાણ તથા એક જ ગામના વતની હોઈ અનંતભાઈ તેમની ઉપર વિશ્વાસ રાખી ચેક લીધો હતો જે વિપૂલે પંદર દિવસ બાદ વટાવવા કહ્યુ હતુ જા કે પંદર દિવસ બાદ ચેક રીટર્ન થતા અનંતભાઈ ચોકી ગયા હતા અને વિપુલભાઈને સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો ઉપરાંત ઓફીસ અને ઘરે પણ તાળા લાગેલા હોઈ અનંતભાઈ પોતાની રીતે તપાસ કરી જાઈ હતી પરતુ ઘણો સમય છતા વિપુલભાઈની ક્યાય ભાળ ન મળતા છેવટે અનંતભાઈએ તેમના વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોધાવી છે વ†ાપુર પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.