Western Times News

Gujarati News

વૃદ્ધે ૨૮ પત્નીઓ અને ૧૩૫ બાળકો સાથે ૩૭માં લગ્ન કર્યા

વાઈરલ થઈ રહેલો વીડિયો જાેઈને લોકોના હોશ ઉડ્યા

વીડિયોમાં જાેઈ શકાય છે કે શણગારેલી સુંદર દુલ્હનનો પડદો ઊંચકીને તેને એક વૃદ્ધ સાથે બેસાડવામાં આવે છે

નવી દિલ્હી,અત્યાર સુધીમાં તમે જૂના સમયના રાજાઓ અને સમ્રાટો વિશે તો સાંભળ્યું જ હશે, જેઓ એકસાથે ઘણી પત્નીઓ રાખતા હતા. તે સમયે આ ટ્રેન્ડ સામાન્ય હતો, પરંતુ આજે ભાગ્યે જ કોઈ કરી શકે છે. આટલી બધી પત્નીઓ સાથે રહેવાનું કોઈ વિચારી પણ ન શકે, પરંતુ આ સમયે એક પુરુષનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વૃદ્ધાવસ્થામાં એક યુવાન છોકરી સાથે લગ્ન કરતો જાેવા મળે છે.

આ તેમના ૩૭મા લગ્ન છે. આ વીડિયો IPS રુપિન શર્માએ પોતાના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને તેના પર કેપ્શન લખવામાં આવ્યું છે – અત્યાર સુધીનો સૌથી હિંમતવાન માણસ. તેણે ૨૮ પત્નીઓ, ૧૩૫ બાળકો અને ૧૨૬ પૌત્રો સામે ૩૭માં લગ્ન કર્યા છે. આ વીડિયોને જાેઈને લોકોએ અલગ-અલગ રીતે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. પહેલા તમે આ વિડિયો જુઓ અને વિચારો કે આ માણસ ખરેખર આ સમયમાં કેટલો બહાદુર છે. વાઈરલ થઈ રહેલો વીડિયો જાેઈને તમારા પણ હોશ ઉડી જશે.

વીડિયોમાં જાેઈ શકાય છે કે શણગારેલી સુંદર દુલ્હનનો પડદો ઊંચકીને તેને એક વૃદ્ધ સાથે બેસાડવામાં આવે છે. આ વ્યક્તિ તેના પિતા નથી, પરંતુ તેનો પતિ છે. વીડિયો ૪૫ સેકન્ડનો છે. લગ્ન કરનાર યુવતી શાંત દેખાય છે, પરંતુ વૃદ્ધ વ્યક્તિના પરિવારના સભ્યો ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ માત્ર ફોટા અને વિડિયો જ નથી બનાવતા પણ તાળીઓના ગડગડાટ સાથે નવી દુલ્હનનું સ્વાગત કરતા જાેવા મળે છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ આ વીડિયો ગયા વર્ષનો છે. તે ૬ જૂન, ૨૦૨૧ ના રોજ પોસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ તે ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. તેને ૩૦.૬ હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે અને સેંકડો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- કેટલું સારું નસીબ છે, અહીં માત્ર એકને સંભાળવું મુશ્કેલ છે. અન્ય એક યુઝરે લખ્યું- સિંગલ તેમને જાેઈને જ મરી જશે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.