Western Times News

Gujarati News

વૃધ્ધ દાદીની સારવાર માટે લાવેલા સોનાના દાગીનાની ચોરી

મણિનગર વિસ્તારમાં બનેલો ચોંકાવનારો બનાવઃ બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ ઘરમાં મુકેલા રૂ.૧પ લાખની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં નાગરિકોમાં રોષ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બની રહયા છે જેના પરણામે કેટલાક મધ્યમવર્ગના પરિવારો પોતાની જીવનભરની મૂડી ગુમાવવા લાગ્યા છે તસ્કરોને પકડવા પોલીસતંત્રના સઘન બંદોબસ્ત પેટ્રોલીંગના દાવા પણ હવે પોકળ સાબિત થઈ રહયા છે. શહેરના મણિનગર વિસ્તારમાં એક પૌત્રએ પોતાની દાદીની સારવાર માટે જરૂર પડે દાગીના વેચવાની તૈયારી કરી લોકરમાંથી પોતાની જીવનભરની બચત સમાન દાગીના ઘરે લાવ્યો હતો અને તે પોતે નોકરી પર ગયો ત્યારે તેની પત્નિ  દાદી પાસે હોસ્પિટલમાં  હતી.
તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરમાંથી અંદાજે ૧પ લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ અને રોષની લાગણી ફેલાઈ છે. આ અંગે મણિનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરી કરતી ગેંગ ખુબ જ આયોજનબદ્ધ રીતે રેકી કરીને બંધ મકાનને નિશાન બનાવે છે બીજીબાજુ શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના  પગલે સતર્ક બનેલા ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પોલીસને સતત પેટ્રોલીંગ તથા વોચ રાખવા માટે નિર્દેશો આપી રહયા છે

પોલીસતંત્ર દ્વારા શહેરમાં સઘન નાઈટ પેટ્રોલીંગનો દાવો કરવામાં આવી રહયો છે એટલું જ નહી પરંતુ અપરાધીઓને ઝડપી લેવા માટે શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે.

આ તમામ પરિસ્થિતિ  વચ્ચે પણ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  કથળી ગઈ છે પોલીસના તમામ એકશન પ્લાન માત્ર કાગળ પર જ હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી હરિહર સોસાયટીમાં સુરમ્ય ફલેટમાં રહેતા અંકિત મુકેશભાઈ ઠક્કર ખાનગી કંપનીમાં નોકરી કરે છે આ સ્થળ ઉપર તે પોતાની પત્નિ  પુત્ર અને વૃધ્ધ દાદી સાથે રહે છે પત્નિ કોમલબેન ગૃહિણી છે અને દાદી દેવીબેન ૮૧ વર્ષના વૃધ્ધ છે.

અંકિત ઠક્કર પોતાની દાદીની ખૂબ જ કાળજી રાખે છે અને તાજેતરમાં જ રક્ષાબંધનના તહેવાર દરમિયાન તેની ઉજવણી માટે તેના પત્નિના જવાહરચોક ખાતે આવેલી બેંકના લોકરમાં મુકેલા દાગીના ઘરે લાવ્યો હતો ત્યારબાદ રક્ષાબંધનના તહેવાર દરમિયાન અંકિતની પત્નિ કોમલબેને તે દાગીના પહેર્યાં હતાં રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થઈ ગયા બાદ દાગીના ઘરમાં જ રાખ્યા હતા ત્યારબાદ અચાનક જ દાદીની તબીયત લથડી હતી.

સ્થાનિક ડોકટરને બતાવ્યા બાદ વૃધ્ધ દાદી દેવીબેનને ગાંધીનગર નજીક આવેલી એસ.એમ.વી હોÂસ્પટલમાં દાખલ કર્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલતી હતી અંકિત દિવસ દરમિયાન નોકરીએ જતો હતો અને તે સમયે તેની પÂત્ન કોમલ દવાખાને દાદી પાસે હાજર રહેતી હતી દાદીની તબીયત લથડતા તેની સારવાર માટે જરૂરી નાણાં એકત્ર કરવા માટે તેણે મણિનગર વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના  લોકરમાં મુકેલી ચાંદીની લગડીઓ તથા અન્ય કિમતી ચીજવસ્તુઓ વેચવાની તૈયારી શરૂ કરી હતી અને આ માટે તેમણે આ તમામ મુદ્દામાલ લોકરમાંથી ઘરે લાવી દીધો હતો.

દાદીની સારવાર માટે સોના-ચાંદીના દાગીના વેચવાની તૈયારી કરનાર અંકિત ઠક્કરે તમામ દાગીના ઘરની તીજારીમાં મુકયા હતા અને તે પોતે નોકરી પર ગયો હતો આ સમયે કોમલ હોસ્પિટલમાં   હાજર હતી. સવારે ૧૦ વાગ્યાની આસપાસ કોમલે તેના પતિ અંકિતને ફોન કરીને જાણ કરી હતી કે પાડોશમાં રહેતા જયોતિબેને તેને ફોન કરીને જણાવ્યું છે કે ઘરની બારીની ગ્રીલ તૂટેલી છે.

આ સમાચાર મળતા જ અંકિત ગભરાયો હતો અને તાત્કાલિક ઘરે પહોંચી ગયો હતો. ઓફિસેથી ઘરે પહોંચ્યા બાદ અંકિતે ઘરમાં જાયુ તો તમામ માલ સામાન વેરવિખેર જાવા મળ્યો હતો અને ઘરમાં મુકેલા રૂ.૧પ હજાર રોકડા તથા કુલ રૂ.૧૪.૬૦ લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થયાનું માલુમ પડયું હતું.

વૃધ્ધ દાદીની સારવાર માટે દાગીના ઘરે લાવનાર અંકિતના ઘરમાંથી આ તમામ મુદ્દામાલની ચોરી થઈ જતા તે માનસિક રીતે પડી ભાંગ્યો હતો આ અંગે મણિનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે.

ચોરીનો અન્ય એક બનાવ સરદારનગર વિસ્તારમાં બન્યો છે જેમાં કુબેરનગર એ-વોર્ડમાં રહેતા સુખમણી એપાર્ટમેન્ટમાં કમલાબેન ચંદુભાઈ હરવાણી નામની મહિલાનો પુત્ર વિદેશમાં રહે છે.  પરંતુ તેની પુત્રી માનસિક રીતે વિકલાંગ હોવાથી તેની સાથે જ રહેતી હતી તેની સારવાર માટે કમલાબેન દિલ્હી દરવાજા પાસે આવેલી હોસ્પિટલમાં   ગયા હતા અને ત્યાં તેની સારવાર માટે દાખલ કરવાની હતી આ સમયે જ બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાંથી રૂ.૧.૬૦ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.