Western Times News

Gujarati News

વેકસીનને લઇ સાંકડી રાજનૈતિક ધારણા બની જાય છે. આવી ધારણા ન બનવા દો હર્ષવર્ધન

(હિ.મી.એ),નવીદિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનની ગતિ ધીમી પડતી જાેવા મળી રહી છે. રાજ્યો દ્વારા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર વેક્સીનનો ક્વોટા વધારવાની માંગ વધતી જઈ રહી છે. કેટલાય રાજ્યોએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર રસીકરણ અભિયાન સંભાળી નથી શકતી અને વેક્સીન પૂરી નથી પાડી શકતી. આ બધા આરોપો પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે રાજ્યો દ્વારા વારંવાર પર્યાપ્ત માત્રામાં કોરોના વેક્સીન ન મળતી હોવાનું કહેવાઈ રહ્યું છે, આ પ્રકારની ફરિયાદોથી જનતા વચ્ચે એક સાંકડી રાજનૈતિક ધારણા બની જાય છે. આવી ધારણા ન બનવા દો તેવો અનુરોધ છે. સંકીર્ણ રાજનૈતિક ધારણા, કોરોના મહામારીથી નિપટવા માટે સરકારના દ્રષ્ટિકોણને નુકસાન પહોંચાડે છે.

આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન અને દિલ્હી સહિત છ રાજ્યો સાથે કોવિડ ૧૯ સ્થિતિની સમીક્ષા કરી. આ તમામ રાજ્ય મહામારીની બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. હર્ષવર્ધને આ બેઠકમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીઓ અને પ્રધાન સચિવોના એડિશનલ મુખ્ય સચિવો સાથે વાત કરી છે.બેઠક દરમ્યાન તમામ રાજ્યો પાસે એક માંગ સામાન્ય હતી કે રાજ્યો માટે કોવિડ ૧૯ વેક્સીનનો ક્વોટા વધારવામાં આવે. ૧ મેથી ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના લોકો માટે રસીકરણ શરૂ થયા બાદ રાજ્યોને રસીની કમીની સૂચના આપવામાં આવી છે કેમ કે વર્તમાન આપૂર્તિ ૪૫ વર્ષથી વધુ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરવર્ગ માટે પર્યાપ્ત નથી.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૪૫થી વધુ ઉંમરની વસ્તી વાળા લોકોને વેક્સીનેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે કેમ કે તેો વધુ અસુરક્ષિત છે અને તેમનામાં કેટલાયને પહેલેથી જ એક ડોઝ મળી ચૂક્યો છે. પરંતુ બીજા ડોઝની કમી થઈ રહી છે, હાલ દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, સહિતના રાજ્યોએ ૪૫ વર્ષથી ઓછી ઉંમરના લોકોના રસીકરણને રોકી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.