વેકેશન એન્જાેય કરી રહ્યા છે સુષ્મિતા સેનના ભાઈ-ભાભી
મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ભાભી ચારુ અસોપાના લગ્નજીવન પર પાછલા ઘણાં સમયથી ચર્ચા થઈ રહી છે. એવી અટકળો સામે આવી રહી હતી કે તેમનું લગ્નજીવન ફરી એકવાર મુશ્કેલીમાં મૂકાયું છે અને તેઓ છૂટાછેડા લઈ શકે છે.
પરંતુ આ કપલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. આ પહેલા ચારુ અસોપા અને રાજીવ સેને હોળીની ઉજવણીની તસવીરો શેર કરી હતી અને હવે આ કપલ દીકરી ઝિયાના સાથે કાશ્મીર વેકેશન એન્જાેય કરવા ગયું છે.
તેમણે અત્યંત સુંદર તસવીરો પણ શેર કરી છે. ચારુ અસોપા અને રાજીવ સેને પોતાની આ ટ્રિપની અનેક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. વીડિયો અને તસવીરો જાેઈને લાગી રહ્યું છે કે તેઓ આ ટ્રિપને ખૂબ એન્જાેય કરી રહ્યા છે. વીડિયોમાં કપલ વચ્ચેની કેમિસ્ટ્રી પણ દેખાઈ રહી છે.
તેમણે દીકરી સાથે પણ તસવીરો શેર કરી છે. ચારુ અને રાજીવ દીકરી ઝિયાનાને લઈને શ્રીનગરમાં આવેલા ટ્યુલિપ ગાર્ડનની મુલાકાતે પણ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ ટ્યુલિપ ગાર્ડન વર્ષમાં એક જ વાર ખોલવામાં આવે છે, જેમાં લાખોની સંખ્યામાં ટ્યુલિપ હોય છે.
ચારુ અસોપાએ અહીં સુંદર પીળા અને સફેદ રંગની સાડી પહેરી હતી. ચારુ અસોપાએ તસવીરોની સાથે સાથે એક રીલ પણ શેર કરી છે જેમાં તે પતિ રાજીવ સેન સાથે રોમાન્ટિક ડાન્સ કરી રહી છે. રાજીવ સેને પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે.
રાજીવ સેનની તસવીરો પર કમેન્ટ કરતાં ચારુ અસોપાએ લખ્યું છે કે, મારી આખી દુનિયા એક તસવીરમાં સમાઈ ગઈ. ચારુ અત્યાર સુધી પોતાના મુંબઈના ઘરે હતી અને તાજેતરમાં જ તેણે દીકરી ઝિયાના સાથે ધુંડ પૂજાની ઉજવણી કરી હતી. તેણે દીકરી સાથે ફૂલોની હોળી રમતાં તસવીરો પણ પોસ્ટ કરી હતી.
ચારુ અને રાજીવ અલગ અલગ પ્રવાસ કરી રહ્યા હતા. બન્ને અલગ અલગ સ્થળની તસવીરો શેર કરી રહ્યા હતા. આ તસવીરો જાેઈને લોકો વિચારી રહ્યા હતા કે ફરી એકવાર તેમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હશે. કપલના નજીકના એક સૂત્રએ તેમની વચ્ચે ચાલી રહેલા મતભેદોની પૃષ્ટિ પણ કરી હતી.SSS