વેક્સિનથી કોરાના રોકાશે નહીં, રોગ ફેલાતો રહેશે
લંડન: વિશ્વભરમાં ૧૫૦ જેટલી કોરોના વાયરસ રસીઓ પર કામ થઈ રહ્યું છે. ત્યારે ટોપ એક્સપર્ટે આને લગતી અપેક્ષાઓને ઝટકો આપ્યો છે. બ્રિટનના ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલેસે જણાવ્યું છે કે રસી કોરોના વાયરસને રોકી શકતી નથી. તેઓ કહે છે કે રસી આવતા વર્ષે માર્ચ પહેલાં મળી શકશે નહીં.
આ ઉપરાંત વોલેસનું કહેવું છે કે આજ સુધી માત્ર ચિકનપોક્સ જ એક રોગ છે જેને નાબૂદ કરવામાં આવ્યો છે. વોલેસ કહેવું છે કે કોરોના વાયરસની સારવાર મોસમી તાવની જેમ થઈ શકે છે. તેમણે કહ્યું છે કે રસી સંશોધન પહેલા કરતાં ઘણું સારું બન્યું છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકાય તેવી રસી તૈયાર કરવી મુશ્કેલ છે.
પેટ્રિકે આ માહિતી સંસદીય સમિતિને આપી છે. તેમણે કહ્યું કે આ પ્રકારની રસી મળે તેવી સંભાવના ઓછી છે જે ચેપને સંપૂર્ણ રીતે રોકી શકે. પેટ્રિક કહેવું છે કે શક્યતા છે કે આ રોગ ફેલાતો રહેશે અને બીજે ક્યાંક સામાન્ય થઈ જશે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે રસીકરણથી ચેપ થવાની સંભાવના ઓછી થશે અને વાયરસથી થતાં રોગની ગંભીરતા અને તીવ્રતામાં પણ ઘટાડો થશે. આ પછી તે સામાન્ય ફ્લૂ જેવો થઈ જશે. તેમણે કહ્યું કે, આગામી કેટલાક મહિનાઓમાં તે સ્પષ્ટ થઈ જશે કે કોઈ રસી સુરક્ષા પૂરી પાડી શકે છે કે,
જો હા તો તે કેટલા સમય સુધી. સર પેટ્રિકે કહ્યું કે ઘણી રસીઓના કેન્ડિડેટોએ રોગપ્રતિકારક પ્રતિક્રિયા પેદા કરી છે, પરંતુ ટ્રાયલના ત્રીજા તબક્કા પછી જ તે જાણ કરી શકશે કે તેઓ ચેપ રોકી શકે છે કે કેમ. તેમણે કહ્યું હતું કે આ પણ બતાવશે કે રસી કેટલી સલામત છે અને મોટી વસ્તીને કેવી રીતે રસી આપવામાં આવે છે. તેમણે કહ્યું છે કે આ રસી આવતા વર્ષ માર્ચ પહેલા સામાન્ય લોકો સુધી પહોંચવી મુશ્કેલ છે.