Western Times News

Gujarati News

વેક્સિનના બીજા ડોઝ લેનારાને મહત્વ આપવા કેન્દ્રની સુચના

Files Photo

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ આ સમયે વેક્સિનેશન અભિયાનમાં સૌથી મોટી મુશ્કેલ પૂરતી માત્રામાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ન હોવાની છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનનો બીજાે ડોઝ લેનારાને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યુ- વેક્સિનનો બીજાે ડોઝ લગાવનારાને રાજ્ય સરકારો પ્રાથમિકતાના આધાર પર આ કામ નક્કી કરે. બીજાે ડોઝ લગાવનારા મોટી સંખ્યામાં રાહ જાેઈ રહ્યાં છે, તેને સૌથી પહેલા જાેવાની જરૂર છે. રાજેશ ભૂષણે કહ્યુ- આ વિશે રાજ્ય સરકારોને કેન્દ્રથી મળનારી ફ્રી ડોઝના ઓછામાં ઓછી ૭૦ ટકા વેક્સિનને બીજા ડોઝ માટે રિઝર્વ રાખી શકે છે,

જ્યારે બાકી ૩૦ ટકા વેક્સિન પ્રથમ ડોઝની આપી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩,૨૯,૯૪૨ દર્દીઓ નોંધાયા છે આ સાથે જ કુલ કેસની સંખ્યા ૨,૨૯,૯૨,૫૧૭ પર પહોંચી છે. હાલ દેશમાં કોરોનાના ૩૭,૧૫,૨૨૧ એક્ટિવ કેસ છે. એક દિવસમાં કોરોનાથી ૩૮૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

કુલ મૃત્યુનો આંકડો ૨,૪૯,૯૯૨ પર પહોંચી ગયો છે. જાેકે આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધેલી જાેવા મળી છે. કોરોનાના એક દિવસમાં ૩,૨૯,૯૪૨ કેસ નોંધાયા જેની સામે એક દિવસમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા ૩,૫૬,૦૮૨ છે. આ સાથે અત્યાર સુધીમાં ૧,૯૦,૨૭,૩૦૪ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૭,૨૭,૧૦,૦૬૬ લોકોનું રસીકરણ કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.