Western Times News

Gujarati News

વેક્સિનના બે ડોઝ લેનારમાં લોન્ગ કોવિડની સંભાવના ૫૦ ટકા ઓછી

Files Photo

લંડન, કોવિડ-૧૯ વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને લોન્ગ કોવિડની સંભાવના વેક્સિન ના લેનાર લોકોની સરખામણીએ ૫૦ ટકા ઓછી હોય છે. ધ લેન્સેન્ટ ઈન્ફેક્ટિયસ ડિસિસ જર્નલમાં છપાયેલા એક સ્ટડીમાં આ વાત કહેવામાં આવી છે. લંડનની કિંગ્સ કોલેજે આ સ્ટડી કરી છે. સાથે જ વેક્સિન લગાવી ચૂકેલા લોકોમાં બીજીવાર ઈન્ફેક્શન થવાની આશંકા પણ ઘણી ઓછી છે.

કિંગ્સ કોલેજના ડૉક્ટર ક્લેયર સ્ટીવ્સ અનુસાર, બીજીવાર ઈન્ફેક્શન થવાની સંભાવના શરૂઆતથી જ બનેલી છે. આ વાતને નકારી શકાય નહીં કે જે ઉદ્દેશ્યથી આ વેક્સિનને તૈયાર કરવામાં આવી હતી તે બિલકુલ આ જ રીતે કામ કરી રહી છે. એટલે કે જીંદગી બચાવવી અને લોકોનો ગંભીરરીતે બીમાર પડવાથી બચાવ કરવો. સાથે જ તેમણે કહ્યુ, અમારી સ્ટડીથી કોવિડ-૧૯ ઈન્ફેક્શનની રોકથામમાં વેક્સિન કેટલી કારગર છે આ વાતની જાણકારી મળે છે.

આ સ્ટડીમાં ૧૨ લાખ કરતા વધારે વયસ્ક લોકો સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોને ફાઈઝર-બાયોટેક, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા અથવા મોર્ડના વેક્સિનની ઓછામાં ઓછો એક ડોઝ ડિસેમ્બર ૨૦૨૦થી જુલાઈ ૨૦૨૧ લગાવવામાં આવી ચૂક્યા હતા. સ્ટડી અનુસાર આમાંથી ૦.૫ ટકા કરતા પણ ઓછા લોકોમાં વેક્સિનનો પહેલો ડોઝ લગાવવાના ૧૪ દિવસથી વધારે સમયમાં પાછુ કોવિડ ઈન્ફેક્શનની વાત સામે આવી છે.

આ સ્ટડીમાં સામેલ એવા લોકો જેમને વેક્સિનના બંને ડોઝ લગાવાવમાં આવી ચૂક્યા હતા તેમાંથી ૦.૨ ટકા કરતા પણ ઓછા લોકોમાં વેક્સિનનો બીજાે ડોઝ લગાવવાના સાત દિવસ કરતા પણ વધારે સમયમાં પાછુ કોવિડ ઈન્ફેક્શનની વાત સામે આવી છે. આ સ્ટડી અનુસાર પહેલા ડોઝ બાદ બીજીવાર ઈન્ફેક્શનના આ કેસમાંથી ૬૩ ટકા વિના લક્ષણવાળા હોય છે ત્યાં બીજા ડોઝ બાદ બીજીવાર ઈન્ફેક્શન થાય છે તો જેમાંથી ૯૪ ટકા કેસમાં કોઈ લક્ષણ હોતો નથી.

પહેલો ડોઝ લગાવી ચૂકેલા લોકોમાંથી જેમાં બીજીવાર ઈન્ફેક્શનની સૌથી વધારે સંભાવના હોય છે. તેમાં ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકો સામેલ છે. સાથે જ જેમાંથી તે વયસ્ક પણ સામેલ છે જે પહેલેથી જ મેદસ્વિતા, દિલની બીમારી, કિડની અથવા ફરી ફેફસાની બીમારીથી પીડિત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.