Western Times News

Gujarati News

વેક્સિનના વિતરણ પ્લાન પર સાઇબર અટેક થઈ શકે છે

નવી દિલ્હી, સમગ્ર વિશ્વ હાલના સમયમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. દરેકના મનમાં એક જ સવાલ ફરી રહ્યો છે કે કોવિડ-૧૯ની વેક્સીન ક્યારે આવશે. આ દરમિયાન આઇમીએમએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આઇબીએમના સિક્યુરિટી એક્સપર્ટ્‌સનું કહેવું છે કે વિકાસશીલ દેશોને કોવિડ-૧૯ની વેક્સીનના વિતરણ માટે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની યોજના સાથે જાેડાયેલી અગત્યની માહિતી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આઈબીએમ તરફથી એક બ્લોગ લખવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીનની જાણકારી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને અનેક નકલી ઇમેલ પણ કરવામાં આવી રહ્યા છે.

જર્મની, ઈટલી, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશોમાં વેક્સીન અભિયાનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આઈબીએમએ કહ્યું કે નકલી ઇમેલ ચીનની કંપની હેયર બાયોમેડિકલના એક અધિકારીના નામ પર મોકલવામાં આવ્યા છે, આ ચીનની કંપની કોલ્ડ ચેઇનની વિશ્વની મુખ્ય આપૂર્તિકર્તા છે, જાેકે હજુ આ વિશે તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા ઇન્ટરપોલે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધ દુનિયાભરમાં થનારા વેક્સીનેશન કાર્યક્રમ માટે સંગઠિત ક્રિમિનલ ગેંગ મોટો ખતરો બની શકે છે. આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન ઇન્ટરપોલએ કહ્યું હતું કે ક્રિમિનલ ગેંગ આ દરમિયાન વેક્સીનની ચોરીની સાથે જ બજારમાં નકલી વેક્સીન પણ ઉતારી શકે છે જેના કારણે સતર્ક રહેવાની જરુર છે.

કોવિડ-૧૯ વાયરસ માટે વેક્સીનના વિતરણની ટૂંક સમયમાં શરૂઆત થવાની છે. એવામાં વેક્સીનને લઈને મારામારી થવાની શક્યા છે. આવી સ્થિતમાં અપરાધીઓ ફાયદો ઉઠાવી શકે છે, તેથી દરેકને નકલી વેબસાઇટથી સાવધાન રહેવાની જરૂર છે. આ પહેલા આ વર્ષના જુલાઈમાં ઇન્ટરપોલે કોવિડ-૧૯ની નકલી કિટ વિશે ભાળ મેળવી હતી. મેડિકલ સુવિધાના નામ પર ખોટો અને નકલી કિટ વેચવામાં આવી રહી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.