Western Times News

Gujarati News

વેક્સિનની અછત દૂર કરવા ગ્લોબલ ટેન્ડર માટે મંજૂરી

નવી દિલ્હી: રાજસ્થાનની ગેહલોત સરકારે કોરોનાની બીજી લહેરની ચેઈન તોડવા માટે લોકડાઉન જેવા આકરા પગલા ભર્યા છે અને હવે વેક્સિનેશન અભિયાનમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે માટે ગ્લોબલ ટેન્ડર પર મહોર મારી દીધી છે. આશરે ૩ કલાક સુધી ચાલેલી કેબિનેટની બેઠક બાદ આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો હતો. પ્રદેશમાં કોરોના વેક્સિનની તંગી દૂર કરવા ગેહલોત સરકારે હવે પોતે જ વેક્સિનની ખરીદી કરવાની તૈયારી કરી લીધી છે. વેક્સિન મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠક આશરે ૩ કલાક સુધી ચાલી હતી અને તેમાં અનેક મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા હતા.

આ બેઠક દરમિયાન કેબિનેટે ગ્લોબલ ટેન્ડર કાઢવા અંગે મંથન કર્યુ હતું જેમાં જલ્દી જ ગ્લોબલ ટેન્ડર બહાર પાડીને વેક્સિનની ખરીદી કરવામાં આવે જેથી લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવીને આ મહામારીથી મુક્ત કરી શકાય તેવો ર્નિણય લેવામાં આવ્યો હતો. ગેહોલત સરકારે ઈન્ટરનેશનલ નર્સ દિવસના અવસર પર પ્રદેશની નર્સોને મોટી ભેટ આપી હતી. નર્સો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી પદનામ બદલવાની માંગણી પર ર્નિણય લઈને સરકારે મહોર મારી દીધી છે. આ કારણે

હવે પ્રદેશ ભરની નર્સોનું પદનામ બદલી શકાશે. નર્સોની માંગણી હતી કે તેમનું પદનામ બદલીને દ્વીતિય ગ્રેડની નર્સને નર્સિંગ ઓફિસર અને પ્રથમ ગ્રેડની નર્સને સીનિયર નર્સિંગ ઓફિસર કહેવામાં આવે. ગ્લોબલ ટેન્ડર હકીકતમાં સમગ્ર વિશ્વની કંપનીઓ માટે બહાર પાડવામાં આવતું ટેન્ડર છે. સંબંધિત વિભાગ પોતાની વેબસાઈટ કે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા તેને બહાર પાડે છે. તેને વૈશ્વિક ટેન્ડર સાથે સંબંધિત અનેક વેબસાઈટ્‌સ પર પણ જારી કરવામાં આવે છે. તેનાથી ખરીદીની પ્રક્રિયા પારદર્શી બને છે અને સૌને તક આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.