વેક્સિનની આડઅસર સંદર્ભે તૈયાર રહેવાની કેન્દ્રએ સૂચના આપી
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સીનની રાહ જોવામાં આવી રહી છે. વેક્સીનની જાહેરાત બાદ તેની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહેશે. સરકારને આશંકા છે કે વેક્સીન બાદ તેની અમુક આડઅસર પણ જોવા મળી શકે છે. આથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને આની સામે લડવા માટે જિલ્લા સ્તર પર તૈયારી કરી રાખવાની સૂચના આપી છે.
ગત અઠવાડિયે રાજ્ય સરકારોને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્ય સરકારોને તૈયાર કરવા માટે લગભગ ડઝન જેટલી જરૂરિયાતોની સાથે સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-૧૯ની રસીની આડઅસર સામે લડવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.