Western Times News

Gujarati News

વેક્સિનને પ્રાઇવેટ હોસ્પિટલમાં વેચવી પંજાબ સરકારનો અયોગ્ય પગલું-નવજાેત કૈાર સિદ્વુ

ચંડીગઢ: પંજાબના પૂર્વ નવજાેત કોર સિદ્વુએ કેપ્ટનની સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારી વેકસીન પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેચીને સરકારે અયોગ્ય પગલું ભર્યું છે. જાે સરકારે નફો જ કમાવવો હતો તો દારૂ તથા ખનનમાંથી કમાવી શકતી હતી ,પંજાબ ત્યારે જ ખુશ હશે જ્યારે યુવાનોને રોજગાર મળશે,બેરોજગાર શિક્ષકો રોડ પર ભટકી રહ્યા છે. ડોકટરોને વેતન નથી મળી રહ્યું.
તેમણે વધુમાં કહ્‌ું હતું

પંજાબમાં કોઇ કાયદા જેવુ જ નથી.પટિયાલા નગર નિગમ સૈાથી ભષ્ટ્રાચારી સાબિત થયું છે. જેનું પ્રમાણ પટિયાલા એક ગેરકાનૂની બિલ્ડિગોથી મળે છે. તેમણે સવાલ પણ ઉઠાવ્યો કે નકશા પાસ કરાવ્યા વગર નિર્માણ કેવી રીતે થઇ શકે છે. આ બિલ્ડિગ ઇન્સપેકટર તેમના વિસ્તારમાં થઇ રહેલા ગેરકાનૂની નિર્માણ પણ નજર કેમ નથી રાખતાં.

કોરેએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૦૪ બાદ તેમના પતિ નવજાેત સિદ્વુ ગંભાર રીતે બિમાર થઇ ગયા હતા પરતું ક્યારે પણ સરકારી સહાય લીધી નથી. પોતાના ખર્ચથી જ ઇલાજ કરાવ્યો હતો. પજાંબમાં જંગલો ગઠી રહ્યા છે અને ગોચર જમીન પર ગેરકાયદેસર કબજાે થઇ રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી ,આ બાબતો પર સરકાર યોગ્ય કદમ ઉઠાવે.પંજાબની સેવા કરવા તત્પર છું હાલ કોઇ ચૂંટણી લડવાનો ઇરાદો નથી.ઉલ્લેખનીય છે કે પંજાબમાં આંતરિક વિખવાદ ચરમસીમા પક છે એમા પણ નવજાેત કોરનો સરકાર પર જાેરદાર હુમલો થયો છે. પજાબની રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.