વેક્સિનનો ફોર્મ્યુલા બીજી કંપનીઓને પણ આપો. : કેજરીવાલ
નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે “આખા દેશમાં વેક્સિનઈ અછત વર્તાઇ રહી છે અને આ કારણે અમુક રાજ્યોમાં વેકસીનેશન શરૂ પણ નથી થઈ શક્યું. આજે માત્ર ૨ જ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે અને છેલ્લા બે મહિનામાં માત્ર ૬-૭ કરોડ વેક્સિન ડોઝ બની રહ્યા છે, જાે આ રીતે કામ કરીશું તો બે વર્ષ લાગી જશે આખા દેશમાં રસીકરણ કરતાં કરતાં.” અને જાે આવું જ ચાલતું રહ્યું તો ખબર નહીં કોરોનાની કેટલીય લહેરો આવતી રહેશે. કેટલાય લોકોનાં જીવ જશે અને ભારત બરબાદ થશે.
તેમણે જણાવ્યું કે હાલ માત્ર દેશની બે જ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે. તો કેન્દ્ર સરકારને હું વિનંતી કરું છું કે તમે આ વેક્સિનનો ફોર્મ્યુલા બીજી કંપનીઓને પણ આપો. આ સંકટ સમયમાં તમારી પાસે હક છે આ પ્રસ્તાવને અમલમાં મુકવાનો. અને આ કરવાથી દેશમાં રસીકરણની પ્રક્રિયા ઘણી ઝડપી થઈ જશે.
કેજરીવાલે પ્રસ્તાવ મૂકતાં કહ્યું કે ભારતમાં જેટલી પણ કંપનીઓ આ વેક્સિન બનાવવા માટે સક્ષમ છે તે બધી જ કંપનીઓમાં આ વેક્સિન બનવી જાેઈએ. આ એક જ યોજનાથી રસીકરણ થઈ શકે છે અને કોઈ પણ ભારતીય વેક્સિનથી વંચિત નહીં રહે. તેમણે કહ્યું કે પહેલી લહેરમાં આપણે સૌ પીપીઁઁઈ કીટ બનાવવામાં લાગી ગયા હતા તે જ રીતે વેક્સિનનું ઉત્પાદન થવું જાેઈએ. સાથે જ તેમણે દિલ્હીની સ્થિતિ વિશે વાત કરી કે દિલ્હીમાં લોકડાઉન સફળ રહ્યું છે અને અમે હવે ઑક્સિજન બેડ પણ વધારી દીધા છે. હવે દિલ્હીમાં આઇસીયુ અને ઑક્સિજન બેડની અછત નથી.