વેક્સિનેશનનો સૌથી મોટો કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે: મોદી
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ સંબોધનમાં કોરોના વેક્સીનને લઇને નવા વર્ષમાં ૨-૨ વેક્સીનને મંજૂરી મળી, મને દેશના વૈજ્ઞાનિકો પર ગર્વ છે.મોદીએ નેશનલ અટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય રાષ્ટ્રને સમર્પિત કર્યું અને નેશનલ એનવાયરનમેંટલ સ્ટાન્ડર્ડર્સ લેબોરેટરીની આધારશિલા રાખી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહ્યાં.
આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કહ્યું કે કોરોના વેક્સીનો મોટો કાર્યક્રમ શરુ થવા જઇ રહ્યો છે. આપણને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. નવા વર્ષામાં ભારતમાં બે કોરોના વેક્સીનની મંજૂરી મળી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં સર્વિસેઝની ક્વોલોટી હોય, પછી સરકારી સેકટર હોય કે ખાનગી. પ્રોડેક્ટની ક્વોલીટી હોવી જાેઇએ તે પછી સરકારી હોય કે ખાનગી. આપણી ક્વોલીટી સ્ટાન્ડર્ડ એ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતની પ્રોડક્ટની તાકાત કેટલી વધે.
સમયની સાથે તમારી પરિવર્તનમાં એક ભૂમિકા રહી છે. ભારત ૨૦૨૨માં પોતાની આઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭માં ૧૦૦ વર્ષની ઉજવણી કરવા જઇ રહ્યું છે. ભારતમાં દુનિયાનો સૌથી મોટો કોવિડ વેક્સીન કાર્યક્રમ શરુ થવા જઇ રહ્યો છે. જેના માટે દેશને પોતાના વૈજ્ઞાનિકોના યોગદાન પર ગૌરવ છે. સીએસઆઇઆરના વૈજ્ઞાનિકોએ દેશના શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવી જાેઇએ અને આવનારી પેઢીઓ સાથે પોતાનો અનુભવ શેર કરવો જાેઇએ. જેનાથી યુવા વૈજ્ઞાનિકોને આવનારી પેઢીને વિકસીત કરવામાં મદદ મળશે.
પીએમ મોદીએ કહ્યું નવુ વર્ષ મોટી ઉપલબ્ધિને લઇને આવ્યું છે. દેશને વૈજ્ઞાનિકોના યોગદાન પર ગર્વ છે. બે મેડ ઇન ઇંડિયા વેક્સીનને મંજૂરી મળી છે. નવો દશકામાં આ શુભારંભ દેશને ગૌરવ આપનારું છે. આપણે દુનિયાને ભારતીય ઉત્પાદનોથી ભરવા નથી ઇચ્છતા, પરંતુ આપણે દુનિયાના દરેક ખૂણામાં ભારતીય ઉત્પાદનો માટે દરેક ગ્રાહકનું દિલ જીતવું જાેઇએ. આપણો દેશ અને ઉત્પાદનો, સાર્વજનિક હોય કે ખાનગી ક્ષેત્ર, બંનેમાં સેવાઓની ગુણવત્તા દુનિયામાં ભારતની તાકતનું નિર્ધારણ નક્કી કરશે. સરખામણી અને ગણનાની સાથે કોઇ શોધ પુરી થઇ નથી. આપણે પોતાની ઉપલબ્ધિઓની ગણના કરવાની આવશ્યકતા છે.HS