Western Times News

Gujarati News

વેક્સિનેશન સેન્ટર પર જવા માટે ફ્રી રાઈડ આપશે

Files Photo

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે અમેરિકા બેઝ્‌ડ કંપની ઉબેરએ મોટું એલાન કર્યું છે. કંપનીએ કહ્યું છે કે દિલ્લીમાં તમામ યોગ્ય નાગરિકોને વેક્સીનેશન માટે સરકારને ૧.૫ કરોડ રૂપિયાની ફ્રી રાઈડ આપશે. ઉબેરે કહ્યું કે કંપનીએ આ ર્નિણય દિલ્લી સરકારની મદદ કરવા માટે લીધો છે. ઉબેર તરફથી ૧.૫ કરોડ રૂપિયાની ફ્રી રાઈડનું પેકેજ કંપની તરફથી હાલમાં એલાન કરાયેલા સમર્થનનો ભાગ છે. કંપનીએ હાલમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી અફેર, રાજ્ય સરકાર અને લોકલ એનજીઓ માટે મદદનું એલાન કર્યું છે. ઉબેરેે દિલ્લી સહિત ૩૪ શહેરોમાં ૧૦ કરોડ રૂપિયાની ફ્રી રાઈડ આપવાનું એલાન કર્યું છે.

આ ફ્રી રાઈડ તે લોકોને મળશે જે વેક્સીન લગાવવા માટે યોગ્ય છે. ફ્રી રાઈડ લઈને લોકો વેક્સીનેશન સેન્ટર પર જઈ શકે છે. કંપનીએ જણાવ્યું કે આ ફ્રી રાઈડ પ્રોમો કોડ્‌સ દ્વારા મેળવી શકાશે. ઉબેર એપમાં ટોપ લેફ્ટમાં જઈને ઉછન્ન્ઈ્‌ સિલેક્ટ કરવું પડશે. જે બાદ ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. પ્રોમો કોડમાં ૧૦સ્૨૧ફ એડ કરવું પડશે. વેક્સીનેશન પ્રોમો કોડ દિલ્લી-એનસીઆરના તમામ ઉબેર યુઝર્સના એપ્લીકેશનમાં દેખાશે.

પ્રોમો કોડને એપમાં એડ કર્યા બાદ વેક્સીનેશન સેન્ટર પર જઈ શકાશે. વેક્સીનેશન સેન્ટર પ્રાઈવેટ અથવા સરકારી હોય શકે. પ્રોમો કોડ રિટર્ન ટ્રીપ માટે પણ લાગૂ થશે. કોડ નાખ્યા બાદ હોમ સ્ક્રિન પર નોર્મલી રાઈડ બુક કરી જ્યાં ડ્રોપ અને પિકઅપ છે. ઉબેર મુજબ દરેક રાઈડની વેલ્યુ ૧૫૦ રૂપિયાની છે. અને દરેક રાઈડરને મેક્સિમમ ૨ ફ્રી રાઈડ્‌સ મળશે. એટલે કે વેક્સીનેશન સેન્ટર પર આવવા-જવાની ટ્રીપ ફ્રીમાં મળશે. કન્ફર્મેશન બાદ ફાઈનલ ફેર સ્ક્રીન પર દર્શાશે, જેમાં ડિસ્કાઉન્ટ પણ સામેલ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.