વેક્સિન માટે છાત્રોને ઓફર લકી ડ્રોથી આઈફોન મળશે
અમદાવાદ, શહેરમાં તમામ નાગરીકોને કોવિડ -૧૯ વેક્સીન મળી રહે તે સારું તબક્કા વાઈઝ કોવિડ -૧૯ વેકસીનેશન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે . જે અંતર્ગત ૩ જાન્યુઆરી -૨૦૨૨ થી ૧૫ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું કોવિડ -૧૯ વેકસીનેશન થાય તે માટે શહેરની તમામ પ્રાઇવેટ / મ્યુનિસિપલ શાળાઓમાં સર્વે હાથ ધરી કોવીડ -૧૯ રસી આપવાની કામગીરી કરવામાં આવેલ છે.
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજે ૧.૮૦ લાખ જેટલા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ -૧૯ વેકસીનેશન કરવામાં આવેલ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ટ્યુશન કલાસીસ / એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ખાતે અભ્યાસ માટે આવતા ૧૫ થી ૧૮ વર્ષના વિધાર્થીઓનું કોવિડ -૧૯ વેકસીનેશન કરવાનું થાય છે .
જેથી જે તે સંચાલક દ્વારા પોતાના ટ્યુશન કલાસીસ / એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ખાતે આવતા તમામ ૧૫ થી ૧૮ વર્ષના વિધાર્થીઓમાં કોવિડ -૧૯ વેકસીનેશન તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તદુપરાંત ૧૫ થી ૧૮ વર્ષના બાળકોમાં મહત્તમ કોવિડ -૧૯ વેકસીનેશન થાય તે સારું વધુ એક પ્રયાસના ભાગરૂપે તા .૦૩,૦૧,૨૦૨૨ થી ૨૪,૦૧,૨૦૨૨ દરમ્યાન જે ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ કોવીડ -૧૯ વેક્સીન લીધેલ હશે તેવા તમામ લાભાર્થીઓ પૈકી લકી ડ્રો મારફતે પસંદગી પામેલ ૫ ( પાંચ ) વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે રૂ .૬૦,૦૦૦ / – સુધીની કિંમતના વ્યક્તિદીઠ ૧ iPHONE મોબાઈલ એમ કુલ ૫ ( પાંચ ) iPHONE મોબાઈલ ૨૬ જાન્યુઆરી , ગણતંત્ર દિવસના રોજ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજે ૧.૮૦ લાખ જેટલા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ -૧૯ વેકસીનેશન કરવામાં આવેલ છે. આમ , સ્કૂલો / ટ્યુશન કલાસીસ / એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ખાતે અભ્યાસ કરતા ૧૫ થી ૧૮ વર્ષના વિધાર્થીઓ આ સ્કીમ દરમ્યાન કોવિડ -૧૯ વેકસીન મેળવી લે તે સુનિશ્ચિત જે તે સંચાલક દ્વારા કરવાનું રહેશે . તેમજ આ બાબતે કોઈ મદદની જરૂરિયાત હોય તો છસ્ઝ્રના સબંધિત ઝોનના ડે.હેલ્થ ઓફીસરનો સંપર્ક કરવાનો રહેશે.SSS