Western Times News

Gujarati News

વેક્સિન લીધાના બે મહિના સુધી રક્તદાન ન કરી શકાય

Files Photo

નવી દિલ્હી: કોરોનાની રસીનો બીજાે ડોઝ લીધા પછી બે મહિના સુધી વ્યક્તિએ રક્તદાન કરવું જાેઈએ નહીં તેમ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ જણાવ્યું હતું. એટલે કે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધા પછી ૫૬ દિવસ સુધી વ્યક્તિ રક્તદાન કરી શકે નહીં. દેશમાં રક્તદાન માટેની ગવર્નિંગ બોડી એનબીટીસીએ ૧૭મી ફેબુ્રઆરીએ આ સંદર્ભમાં બેઠક યોજી મહત્વપૂર્ણ ર્નિણય લીધો હતો. આ બેઠકમાં કોરોનાની રસી લીધા પછી રક્તદાન નહીં કરવાની સમય મર્યાદા રસીનો અંતિમ ડોઝ લીધાના ૨૮ દિવસ પછી સુધી નક્કી કરાઈ હતી. એનબીટીસીએ તેના આદેશમાં જણાવ્યું છે કે, કોરોનાની રસીનો બીજાે ડોઝ લીધા પછી રક્તદાન કરનારી વ્યક્તિએ ૨૮ દિવસ સુધી રાહ જાેવી પડશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રસીના બે ડોઝ ૨૮ દિવસના અંતરે લેવા જરૂરી છે. રસીનો બીજાે ડોઝ લીધાના બે સપ્તાહ પછી એન્ટીબોડીસનું રક્ષણાત્મક સ્તર બને છે. નેશનલ ડ્રગ રેગ્યુલેટરે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની સીરમ ઈન્સ્ટિટયુટ દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીઓને ઈમર્જન્સી વપરાશની મંજૂરી આપી છે.

દેશમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું, જેમાં અગ્રતાના ધોરણે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી અપાઈ રહી છે. ત્યાર બાદ બીજી ફેબુ્રઆરીએ ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રસીકરણ અભિયાન શરૂ થયું. કોરોના રસીનો આગામી તબક્કો ૧લી માર્ચે શરૂ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.