વેક્સિન સંદર્ભે WHO પ્રમુખે મોદીનો આભાર માન્યો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ટીએ ગ્રેબ્રેયેસસએ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી ભાગીદારીના સંબંધમાં બુધવારે ચર્ચા કરી અને આ દિશામાં આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે પારંપરિક ઔષધિઓને સામેલ કરવા રાજી થયા.
વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ ડબલ્યુએચઓના પ્રમુખ સાથે ફોન પર વાત કરી અને મહામારીનો સામનો કરવા માટે વૈશ્વિક ભાગીદારીના સમન્વયમાં સંગઠનની અગત્યની ભૂમિકાની પ્રશંસા કરી.
વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે અન્ય બીમારીઓની વિરુદ્ધ લડાઈથી પણ ધ્યાન નહીં હટવું જોઈ એ. સાથોસાથ તેઓએ વિકાસશીલ દેશોમાં સ્વાસ્થ્ય પ્રણાલીને સંગઠનથી મળનારી સહાયતાની મહત્ત્વતાની પણ પ્રશંસા કરી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે ડબલ્યુએચઓ પ્રમુખે સંગઠન અને ભારતીય સ્વાસ્થ્ય ઓથોરિટીની વચ્ચે નિકટતમ અને નિયમિત ભાગીદારી પર ભાર મૂક્યો અને આયુષ્માન ભારત તથા ક્ષયરોગ (ટીબી)ની વિરુદ્ધ અભિયાન જેવા સ્થાનિક પગલાંઓની પ્રશંસા કરી.
તેઓએ કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્યના સંબંધમાં ભારતે અગત્યની ભૂમિકા નિભાવવાની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી અને ડબલ્યુએચઓ પ્રમુખની વચ્ચે પારંપરિક ઔષધિ પ્રણાલીને લઈને પણ સકારાત્મક ચર્ચા થઈ, ખાસ કરીને દુનિયાભરના લોકોનું સ્વાસ્ય્ર સારું અને તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાના સંદર્ભમાં તેની પર વાતચીત થઈ. પીએમ મોદીએ વાતચીત દરમિયાન સંગઠનના પ્રમુખેન જણાવ્યું કે કોવિડ-૧૯ માટે આયુર્વેદ થીમના આધાર પર ૧૩ નવેમ્બરે દેશમાં આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. બાદમાં ટ્વીટ કરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે વિભિન્ન વાતો અને પ્રયાસો માટે મોદીનો આભાર વ્યક્ત કર્યો.