વેક્સીનેશનના માટે ભારતને ૧૩ હજાર કરોડ ખર્ચ થશે
નવી દિલ્હી: કોરોના વેક્સીનેસનના પહેલા ચરણ માટે ભારતને ૧.૮ બિલિયન ડૉલર એટલે કે લગભગ ૧૩ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. આ વાત આંતરરાષ્ટ્રીય સંસ્થાના આંકડાઓમાં સામે આવી છે. ભારત દુનિયામાં કોરોના મહામારીથી અમેરિકા બાદ સૌથી વધુ પ્રભાવિત દેશ છે.
ભારતમાં ૨૦૨૧ની શરૂઆતના ૬થી ૮ મહિનામાં લગભગ ૩૦ કરોડ લોકોના વેક્સીનેશનની તૈયારી છે. તેને વેક્સીનેશનનું પહેલું ચરણ કહેવામાં આવી રહ્યું છે. ભારતના કોરોના વેક્સીનેશન કાર્યક્રમમાં અનેક વેક્સીન સામેલ કરવામાં આવી શકે છે
જેમાં એસ્ટ્રાજેનેકા, સ્પૂતનિક, ઝાયડસ કેડિલા અને સ્વદેશી કોવેક્સીન સામેલ છે. સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા ગાવીના ડેટાને રિવ્યૂ કર્યા બાદ સામે આવ્યું છે કે ભારતને ૩૦ કરોડના વેક્સીનેશન માટે ૬૦ કરોડ વેક્સીનના ડોઝની આવશ્યક્તા રહેશે. તેના માટે લગભગ ૧૩ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે જે ભારત જેવા વિકાસશીલ દેશની સામે મોટો પડકાર છે. કહેવામાં આવી રહ્યું છે કે જાે ભારત ૬૦ કરોડમાંથી ૨૫ કરોડ ડોઝ સુધી સ્વદેશી કોવેક્સીનને પ્રાપ્ત કરી લે છે તો તેના માટે સૌથી વધુ યોગ્ય રહેશે.
આવી સ્થિતિમાં પણ ભારતને લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતની સ્વદેશી કોરોના વેક્સીના પહેલા ચરણના ક્લીનિકલ ટ્રાયલની અધિકૃત ઘોષણા બુધવારે કરી દેવામાં આવી છે. ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ વેક્સીન એન્ટીબોડી ક્રિએટ કરવામાં કારગર સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે.
બીબીવી ૧૫૨ના વેજ્ઞાનિક નામવાળી આ વેક્સીનને ૨થી ૮ ડિગ્રી તાપમાન પર જ રાખવામાં આવે છે. અને આ જ કારણ છે કે આ વેક્સીનની દેશમાં ખૂબ જ આતુરતાથી રાહ જાેવામાં આવી રહી છે. કારણ કે ફાઈઝર કે મોડર્નાની વેક્સીન માટે ટેમ્પરેચર કન્ટ્રોલની વ્યવસ્થા કરવી પણ એક પડકાર છે. જ્યાં ફાઈઝરને માઇનસ ૭૦ (-૭૦) ડિગ્રી તો બીજી તરફ મોર્ડનાને માઇનસ ૩૦ (-૩૦) ડિગ્રી તાપમાન પર સ્ટોર કરીને રાખવી પડે છે.