વેક્સીન મહાઅભિયાન અંતર્ગત બુધવારે 108281 વેક્સીન ડોઝ આપવામાં આવ્યાં
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લાં કેટલાંક દિવસોથી વેક્સિન મહા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 1.56 લાખ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા બાદ બુધવારે વધુ એક વખત 1 લાખ કરતાં વધુ વેક્સીનના ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યાં છે. નોંધનીય બાબત એ છે કે તેમાં 70ટકા નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હતો.
મ્યુનિ.આરોગ્ય ખાતાના વડા ડો.ભાવિનભાઈ સોલંકીના જણાવ્યા મુજબ 17 સપ્ટે.થી ચાલી રહેલ વેક્સીનેશન અભિયાન અંતર્ગત 22 સપ્ટેમ્બરે 109281 વેક્સીન ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી અને ખાનગી જગ્યાઓએ 71523 નાગરિકોએ પ્રથમ ડોઝ અને 36758 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો.
સદર અભિયાનમાં જનમાર્ગ તથા એએમટીએસ બસ ખાતે 30થી વધુ ટીમો દ્વારા નાગરિકોને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત 21 મ્યુનિ.કોમ્યુનિટી હોલ અને મ્યુનિ.ઝોનલ ક્ચેરીઓ ખાતે પણ રસીકરણ કેમ્પ ચાલી રહ્યા છે. બુધવારે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર 10555, એએમટીએસ બસ સ્ટેન્ડ પર 13129 અને ઝોનલ ક્ચેરી ખાતે 601 નાગરિકોને વેક્સીન આપવામાં આવી હતી. તેમણે તેમણે વધુમાં જણાવ્યું હતું.