Western Times News

Gujarati News

વેજલપુરના વેપારીના ૭૧ લાખથી વધુ પડાવી જાનથી મારી નાંખવાની ધમકી

ફસાયેલા ૧પ લાખ કઢાવવા જતાં વેપારીએ વધુ પ૬ લાખ ગુમાવ્યા

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વેપારીઓને મોટુ વળતર આપવાની લાલચ આપીને રૂપિયા પડાવવાના કારસા કરવામાં આવે છે. બાદમાં વેપારી દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતા આવા ત¥વો દ્વારા મારી નાંખવાની ધાકધમકી આપવામાં આવતી હોય છે. આવો જ વધુ એક બનાવ વેજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે. જેમાં પ્લાસ્ટીકના વેપારી પાસેથી રૂપિયા ઈકોતેર લાખથી વધુની રકમ પડાવીને બાપ-દિકરાએ તેને રૂ પરત માંગે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા વેપારી ગભરાઈ ગયા હતા.

અમઝદભાઈ રસુલભાઈ પીલુવાળા ધોળકામાં ઓલવીન રોટોપ્લસ નામે પ્લાસ્ટીકના બોક્ષ બનાવવાનો વેપાર કરે છે. તથા સોનલ સિનેમા પાસે, વેજલપુર ખાતે રહે છે. બે વર્ષ અગાઉ ખાનપુર ખાતે રહેતા તેમના મિત્ર મહેફૂઝ ઈકબાલ હદેલાને જરૂર હોઈ તેમણે પંદર લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જા કે પંદર દિવસનું કહીને ગયેલા મહેફૂઝે વારંવાર વાયદા બતાવતા અમઝદભાઈએ રૂપિયાની માંગ કરી હતી. જેથી મહેફૂઝે જુહાપુરા અમીર પાર્ક સોસાયટીમાં રહેતા સરફરાઝખાન પઠાણ નામના વ્યક્તિ પાસે રૂપિયા રોકી રાખ્યા છે.

તેમ જણાવીને સરફરાઝ સાથે મુલાકાત કરાવી હતી. સરફરાજે પોતાના ધંધામાં રૂપિયા ફસાઈ ગયા છે. તે અવો એટલે આપી દઈશ એમ જણાવ્યુ હતુ. વારંવાર મુલાકાતને પગલે ઓળખાણ થતાં સરફરાઝના પુત્ર શાહરૂખે અમઝદભાઈને વાતોમાં ભેળવ્યા હતા. અને ‘મહેફૂજ જવાને શું રૂપિયા આપો છો?? અમને આપ્યા હોય તો તમને પરત આપી દીધા હોય. તેમ કહીને રૂપિયાની માંગણી કરી હતી.

ઉપરાંત અગાઉના પંદર લાખ પણ આપી દેવાનો વાયદો કરતાં અમઝદભાઈએ બંકોમાંથી લોન લઈને ટુકડે ટુકડે બાપ-દિકરાને રૂપિયા આપ્યા હતા. જા કે એ રૂપિયા આપવામાં પણ બાપ-દિકરાએ ગલ્લાતલ્લા કરવા લાગતા, વધુ એક વ્યક્તિ રફીઝાઉદ્દીન મયુદ્દીન કાદરી (મિરજાસાહેબ મહોલ્લા, મીરજાપુર) નું નામ બહાર આવ્યુ હતુ.

જેણે ે સરફરાઝ તથા શાહરૂખે મારી કંપનીના નામે શ્રીલંકાથી કાળી મરીનો જથ્થો મંગાવ્યો છે. જે મુંબઈ ખાતે કોલ્ડસ્ટોરેજમાં પડ્યો છે. તેમ કહ્યુ હતુ. અને રફીઉદ્દીને પણ રૂપિયા કઢાવવા હોય તો સાત લાખ રૂપિયા પોતાને આપવા જણાવ્યુ હતુ.

જેથી અમઝદભાઈએ પોતાના ઈકોતેર લાખ રૂપિયા ફસાયા હોવાની જાણ થતાં વારંવાર માંગણી કરતાં સરફરાઝાખાન, તેનો પુત્ર શાહરૂખખાન અને રફીઉદ્દીને તેમના પુત્રને તથા તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

એક તરફ જાનથી મારવાની ધમકીઓ અને બીજી તરફ બેંક લોનના હપ્તા ચઢી જતાં આર્થિક સંકડામણમાં આવી ગયેલા વેપારી અમઝદભાઈ માનસિક આઘાત લાગ્યો હતો. છેવટે તેમને ત્રણેય ઠગ ત્રિપુટી વિરૂધ્ધ રૂપિયા ઈકોતેર લાખ વીસ હજારની છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.