Western Times News

Gujarati News

વેજલપુરમાં કિશોરીના આપઘાતથી ચકચાર

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રોજ તમામની નજર કોરોનાના કેસો ઉપર મંડાયેલી હોય છે આ પરિસ્થિતિમાં  શહેરના વેજલપુર વિસ્તારમાં એક ૧પ વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે શહેરમાં કુલ આત્મહત્યાના ચાર બનાવો બન્યા છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં જલતરંગ બસ સ્ટેન્ડ પાસે આવેલી નૈમેષ સોસાયટીમાં રહેતા તેજસભાઈ પટેલની પુત્રી પુષ્ટિ (ઉ.વ.૧પ)એ અગમ્ય કારણોસર બપોરના સમયે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનાથી પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયા હતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે પુષ્ટિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. જયારે અન્ય એક બનાવ દરિયાપુરમાં બન્યો છે

જેમાં મોટી હવેલીની પોળમાં રહેતા ઉર્વીબહેન પટેલ (ઉ.વ.ર૪) અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી પરિવારજનોએ આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર આવી પહોચી હતી અને તાત્કાલિક ઉર્વીબહેનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આ અંગે પરિવારજનોની પુછપરછ કરવામાં આવી હતી પરંતુ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું ન હતું દરિયાપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના દાણીલીમડા, બહેરામપુરા વિસ્તારમાં આવેલી દુધવાળી ચાલીમાં રહેતા હસમુખભાઈ પટેલ (ઉ.વ.૪૧)એ અગમ્ય કારણોસર પોતાના ઘરે થોડા દિવસ પહેલા ઝેરી દવા પીધી હતી ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક હસમુખભાઈને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં   ખસેડયા હતા તબીબોએ હસમુખભાઈની સારવાર પણ શરૂ કરી હતી પરંતુ તેમની તબીયત લથડવા લાગી હતી આખરે તેમણે હોસ્પિટલમાં  દમ તોડયો હતો ઘટનાની જાણ થતાં દાણીલીમડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી પરિવારજનોની પુછપરછ શરૂ કરી હતી આત્મહત્યાનો અન્ય એક બનાવ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો

સોલાબ્રીજ પાસે આવેલા ભમરિયા છાપરામાં રહેતા રવિભાઈ ઠાકોરે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી ઘટનાની જાણ થતાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રવિભાઈના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આત્મહત્યાનું કારણ જાણવા સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.