Western Times News

Gujarati News

વેજલપુરમાં યુવાન ઉપર શસ્ત્ર હુમલોઃ હાથની આંગળીઓ કાપી નાખી

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ  સાવ કથળી ગઈછે તંત્રની કામગીરી સાવ માડે ગઈ હોય તેમ અસામાજીક તત્વોની દાદાગીરી હવે ખૂલ્લેઆમ દેખાઈ રહી છે લુખ્ખા તત્વોને પોલીસનો ેકોઈ ખોફ જ ન હોય એ પ્રકારે છાશવારે ખૂલ્લી તલવારો, છરા ચપ્પુ અને બેઝબોલ જેવા હથિયારો સાથે નીકળી પડે છે એનાથી બાબતોમા બબાલ કરતા આ ગુંડાઓ લોકો ઉપર ધાક જમાવતાં રહે છે.

બીજી તરફ પોલીસતંત્રને જાણો કંઈ જાણ જ ન હોય એ પ્રકારે તે વર્તન કરી રહી છે જ્યારે મોટા બનાવો બની જાય બાદમા ઓરાપીઓને શોધવા નીકળી પડે છે આવી જ એક ઘટના જુહાપુરામાં શનિવારે રાત્રે બની છે જેમાં એક યુવાન પોતાના મિત્ર સાથે હતો ત્યારે મિત્રના મોટાભાઈ તથા બનેવી તેની ઉપર તલવારો વડે હુમલો કરીને તેની આગળીઓ કાપી નાખી હતી ઘટના બનતા જ જુહાપુરમાં નાસભાગ મચી ગઈ હતી અને જાણ થતા જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.

આ અંગેની વિગત એવી છે કે મોહમદ ફરહાન નાસીરખાન પઠાણ ઈવોર્ડ સંકલીતનગર જુહાપુરા ખાતે રહે છે તે પોતાના એક મિત્ર સાથે ફરતો હોય છે જે મિત્રના મોટાભાઈ સોએબને પસદ નહતુ સોએબે અવાર નવાર પોતાના ભાઈને ફરહાનનો સાથે છોડવા કહ્યા છતા બંને સાથે રખડતાં હતા શનિવારે રાત્રે પણ ફરહાન અને સોએબનો ભાઈ બંને સાથે અઝીમ પાર્ક પાસે આવેલા યશ કોમ્પલેક્ષ નજીક ઈડાની લારીએ ગયા હતા.

જ્યા જમતા હતા એ વખતે સોએબને બને સાથે હોવાની જાણ થતાં સોએબ મોહસીન તથા અન્ય એક વ્યક્તિ  હાથમા તલવાર તથા ડંડા લઈને ત્યા પહોચી ગયા હતા અને ફરહાન સાથે ઝઘડો કર્યો હતો ફરાહન કઈ સમજે એ પહેલા જ સોએબે પોતાની પાસે રહેલી તલવાર વડે હુમલો કરતા ફરહાનને હાથ માથા તથા અન્ય ભાગોમાં ઈજાઓ પહોચી હતી આ દરમિયાન ફરાહને બચવા માટે પોતાનો હાથ વચ્ચે લાવતા તેની જમણા હાથની એક આગળી આખી કપાઈ ગઈ હતી.

જેના કારણે લોહીલુહાણ હાલતમાં ઢળી પહેલા ફરહાને બુમાબુમ કરી મુકી હતી તેના ઉપર હુમલો કર્યો બાદ સોએબે મોહસીન તથા અન્ય સાગરીતો ત્યાથી ભાગી છુટ્યા હતા ભર બજારે એક યુવાન ઉપર જીવલેણા હુમલો થતા જુહાપુરામા નાસભાગ મચી ગઈ હતી બાદમા કેટલાંક લોકોએ ફરાહને વીએસ હોÂસ્પટલમાં ખસેડ્યો હતો જ્યા ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી હતી.

વેજલપુર પોલીસને ઘટનાની જાણ થતા જ તેમણે વીએસ હોસ્પીટલના ફરાહનની ફરીયાદ લીધી હતી બાદમાં રાતભર શોધખોળ ચલાવ્યા પછી સોએબ મહસીન તથા અન્ય હુમલાખોરને ઝડપી લીધા હતા આ ઘટના બાદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરરી તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે શરેરમાં જુહાપુરા વિસ્તારમાં અવારનવાર આવી બાબતો થતી હોય છે જેમાનાની વાતમા એક બીજા ઉપર સશસ્ત્ર હુમલા કરવાની ઘટનાએ સાથે આવતી હોય છે શહેરના બીજા વિસ્તારોમાં પણ આવી જ હાલત છે ત્યારે સ્થાનિક સ્તેર ગુડાગર્દી ઘટે એ માટે પોલીસે કોઈ નક્કર પગલા લેવાની જરૂર છે એવી ચર્ચા લોકોમા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.